તમારા બાળકનું સંભવિત રીતે સંવેદનશીલ કન્ટેન્ટના સંપર્કમાં આવવાને મર્યાદિત કરવું

આ ઉનાળાની શરૂઆતમાં, અમે સંવેદનશીલ કન્ટેન્ટના નિયંત્રણને અપડેટ કરેલું, જેથી લોકો નક્કી કરી શકે કે Instagramનાં સમગ્ર ભલામણ સર્ફેસ પર કેટલા પ્રમાણમાં સંવેદનશીલ કન્ટેન્ટ અને એકાઉન્ટ દેખાય.

નિયંત્રણમાં તરુણ/તરુણીઓ માટે બે વિકલ્પો રહેલા છે, “સ્ટાન્ડર્ડ” અને “ઓછું”. Instagram પર નવા હોય તેવા 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓ માટે ડિફોલ્ટ રૂપથી “ઓછા”ની સ્થિતિ રાખવામાં આવશે. Instagram પર પહેલાંથી જ હોય એવા તરુણ/તરુણીઓ માટે, અમે તેમને “ઓછા”ની સ્થિતિને પસંદ કરવા પ્રોત્સાહિત કરતું પ્રોમ્પ્ટ મોકલીશું.

આનાથી યુવા લોકોને શોધ, એક્સ્પ્લોર, હેશટેગ પેજ, Reels, ફીડની ભલામણો અને સૂચવેલાં એકાઉન્ટમાં સંભવિત રીતે સંવેદનશીલ કન્ટેન્ટ અથવા એકાઉન્ટ અચાનક મળી આવવાનું વધુ મુશ્કેલ બની જશે.

આ ફેરફારો વડે, અમે તરુણ/તરુણીઓ માટે એવાં એકાઉન્ટને શોધવાનું વધુ મુશ્કેલ બનાવી રહ્યા છીએ કે જે અમારી ભલામણની માર્ગદર્શિકાની વિરુદ્ધ જતાં હોય, તેને શોધ પરિણામોમાં નીચેના ભાગે બતાવી અને અમુક કિસ્સામાં, તે એકાઉન્ટને પરિણામોમાંથી સંપૂર્ણપણે દૂર કરીને આમ કરી રહ્યા છીએ.

અમારું લક્ષ્ય ઍપ પર ઉંમરને અનુરૂપ અનુભવોને સપોર્ટ આપતી વખતે બહુ ગમતી નવી વસ્તુઓ શોધવામાં યુવા લોકોની મદદ કરવાનું છે.

માતા-પિતા માટે: તમારા બાળકનું સંભવિત રીતે સંવેદનશીલ કન્ટેન્ટના સંપર્કમાં આવવાને કેવી રીતે મર્યાદિત કરવું તે અહીં જાણો.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર