અન્ય લોકો સાથે તમારી પોતાની સરખામણી કરવી એ માનવીનો સ્વભાવ છે. પરંતુ યુવા લોકો માટે કે જેઓ સ્વયંની ખોજમાં અને વિશ્વમાં તેમનું સ્થાન ક્યાં છે તે શોધવામાં વ્યસ્ત છે, આ સરખામણીઓ ખાસ કરીને વધુ પડતી હોઈ શકે છે. તેઓ ક્લાસરૂમમાં હોય, સ્પોર્ટ્સ ટીમમાં હોય કે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય, તરુણ/તરુણીઓ પોતાને — જાણતા કે અજાણતા — પોતાના દેખાવ, સંબંધો, ભાવનાઓ, જીવનશૈલી અને કૌશલ્યો કે ક્ષમતાઓની અન્ય લોકોની તે બાબતો સાથે સરખામણી કરતા પામી શકે છે. જો તેમને એમ લાગે કે તેઓ સરખામણીમાં ઓછા ઉતરે છે, તો તેનાથી તેમની ભાવનાત્મક સુખાકારી પર નકારાત્મક અસરો થઈ શકે છે. The Jed Foundationના નિષ્ણાતો એવા સંશોધન પ્રત્યે ધ્યાન દોરે છે કે જે બતાવે છે કે કાબૂમાં લેવામાં ન આવે તો, સતત થતી નકારાત્મક સામાજિક સરખામણીઓ ઓછા સ્વાભિમાન, એકલતા, નબળી સ્વ-છબી અને જીવનથી અસંતોષપણાની લાગણીઓ તરફ દોરી જઈ શકે છે.
નિષ્ણાતો દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન એમ બંનેમાં સામાજિક સરખામણીને નિયંત્રિત કરવા અંગેનું માર્ગદર્શન વિકસાવવામાં આવ્યું છે. અમે તમને તમારા તરુણ/તરુણી સાથે નીચેની ટિપ્સને શેર કરવાં અને તેની ચર્ચા કરવાં માટે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તેઓને સોશિયલ મીડિયાને ફરતે રહેલી તેમની ભાવનાઓનું નિરીક્ષણ કરવામાં મદદ મળી રહે અને તમે — સાથે મળીને — સકારાત્મક સ્વ-છબીને સશક્ત કરતી ટેવો પાડી શકો.
સોશિયલ મીડિયા પર સામાજિક સરખામણીને નિયંત્રિત કરવી
- દૃષ્ટિકોણ જાળવી રાખો. કોઈ એક પોસ્ટ તમને કોઈ વ્યક્તિના જીવનમાં શું ચાલી રહ્યું છે તે વિશે બધું કહી શકતી નથી. લોકો સુખની ચોક્કસ છબીને રજૂ કરવા માટે તેમની પોસ્ટને ફિલ્ટર કરી શકે અથવા તેમાં ફેરફાર કરી શકે છે અને એકાઉન્ટને ક્યારેક કાળજીપૂર્વક ક્યૂરેટ કરવામાં આવે છે જેથી તમને તે માત્ર એ જ બતાવે કે જે તમે જુઓ એમ તેઓ ઇચ્છતા હોય. ફોટા અને મેસેજ પર નજર નાખતી વખતે વિવેચનાત્મક રીતે વિચારો અને યાદ રાખો કે અન્ય લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલું તમને જે દેખાય છે તે તેમની સ્ટોરીનો બસ એક નાનો ભાગ જ છે.
- તમારી લાગણીઓ સાથે સંધાણ કરો. અલગ-અલગ કન્ટેન્ટથી તમે કેવું અનુભવો છો તેની નોંધ કરો. કયા કન્ટેન્ટથી તમને પ્રેરણા મળે છે અને તમને સારું લાગે છે તથા કયા કન્ટેન્ટથી તેની વિરોધી અસર થઈ છે? કન્ટેન્ટથી તમે કેવું અનુભવો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, તમે સોશિયલ મીડિયાના તમારા અનુભવને એ રીતે આકાર આપી શકો છો કે જેનાથી તમને આનંદ અને મૂલ્ય મળે.
- રૂટિન એકાઉન્ટ મેન્ટેનન્સ હાથ ધરો. તમે ફોલો કરો છો તે એકાઉન્ટના લિસ્ટને તપાસી જુઓ અને તમને જેનાથી ખરાબ અનુભૂતિ થતી હોય એવાં કોઈ પણ એકાઉન્ટને ફોલો કરવાનું બંધ કરવા વિશે વિચારો. સમયાંતરે આ કરવાથી તમને એવાં નવાં એકાઉન્ટ માટે સ્પેસ ઉપલબ્ધ કરવામાં મદદ મળી શકે છે કે જે તમને સકારાત્મક અનુભૂતિ કરાવતાં હોય. જો તમે કોઈ એકાઉન્ટને અનફોલો કરવામાં સહજ અનુભવતા ન હો, તો તમે આમ કરવાને બદલે તેમને મ્યૂટ કરી શકો છો, જેનાથી તમને તેમનું કન્ટેન્ટ દેખાશે નહીં.
- સોશિયલ મીડિયા પર મિલનસાર રહો. સંશોધન બતાવે છે કે સોશિયલ મીડિયાનો એક્ટિવ ઉપયોગ — કન્ટેન્ટ અને લોકો સાથે ઇન્ટરેક્શન કરવું — જોડાણ અને સંબંધિત હોવાની લાગણીઓ તરફ દોરી જઈ શકે છે અને તમારા મૂડને બહેતર બનાવી શકે છે. તેની સરખામણીએ, સોશિયલ મીડિયાનો પેસિવ ઉપયોગ — અનંત સ્ક્રોલિંગ અને મિત્રો તથા કુટુંબીજનો સાથે કોઈ ઇન્ટરેક્શન ન કરવાથી — તમને નાખુશ અથવા હતાશ કરી શકે છે, જેનાથી તમે એકલતા અથવા છૂટા હોવાનું અનુભવો છો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સામાજિક જોડાણોને કેળવો. મિત્રોનો સંપર્ક કરો, ખુશી ફેલાવતા કન્ટેન્ટ સાથે સહભાગિતા કરો અને તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તે લોકો સાથે જોડાણોને સંવર્ધિત કરો.
- જ્યારે તમને જરૂર હોય ત્યારે બ્રેક લો. ક્યારેક, શ્રેષ્ઠ સલાહ એ જ હોય છે કે બસ ફોનને બાજુએ મૂકો અથવા સ્ક્રીનથી દૂર ચાલ્યા જાઓ. દરેક જણ અલગ હોય છે, તેથી સોશિયલ મીડિયા પર પસાર કરવાના સમયની યોગ્ય માત્રા દરેક માટે સમાન હોતી નથી, પરંતુ તમને સંતુલન સાધવામાં મદદ મળી રહે તે માટે તમે ઉપયોગમાં લઈ શકો એવાં ટૂલ રહેલાં છે. જો તમે તમારી ભાવનાઓ સાથે સંધાણ કર્યું છે અને નોંધ કરી રહ્યા છો કે તમે સોશિયલ મીડિયા પર રહેવા વિશે નકારાત્મક રીતે અનુભૂતિ કરી રહ્યા છો, તો તેનાથી દૂર જવું ઠીક છે.
સોશિયલ મીડિયા પર સકારાત્મક સ્વ-છબીને સપોર્ટ કરવો
- નિયંત્રણ લો. સંશોધન બતાવે છે કે જ્યારે તમારી ફીડ વિવિધ સંસ્કૃતિઓ, બેકગ્રાઉન્ડ અને દેખાવોનાં લોકોની વૈવિધ્યસભર રજૂઆત બતાવે છે ત્યારે સોશિયલ મીડિયા રસપ્રદ અને લાભકારક રહે છે. એવાં એકાઉન્ટ અને લોકોને શોધો તથા ફોલો કરો કે જેમનાથી તમને પ્રેરિત, સપોર્ટેડ અને જિજ્ઞાસુ હોવાનું અનુભવવામાં મદદ મળે.
- તમારા અસલ સ્વભાવને શેર કરો. તમે શું શેર કરવાનું પસંદ કરો છો તેની તમારા પર અને તમારી પોસ્ટને જોનારાં લોકો એમ બંને પર અસર પડી શકે છે. તમે પોસ્ટ કરો તે પહેલાં, પોતાને પૂછો: શેર કરવાનાં મારાં કારણો કયા છે? શું હું પોતાના પ્રત્યે સાચો/સાચી રહીને વર્તન કરી રહ્યો/રહી છું? તમે કોણ છો તેની સંપૂર્ણતા—તમારા જુસ્સા, રુચિઓ, સાંસ્કૃતિક વારસા અને ગુણોને—પ્રતિબિંબિત કરતા કન્ટેન્ટને બનાવવા અને પોસ્ટ કરવાના પરિણામે તમારા અને તમારા ફોલોઅરને સોશિયલ મીડિયાનો વધુ સકારાત્મક અનુભવ થશે.
- સ્વયં સાથેની સકારાત્મક અને કરુણામયી વાતચીતમાં જોડાઓ. સોશિયલ મીડિયા પર બીજી કોઈ વ્યક્તિના ક્યૂરેટ કરેલા ફોટા સાથે તમારી પોતાની સરખામણી કરવી એ તમારા માટે ઉચિત નથી. જ્યારે તમે પોતાને તેમ કરતા જુઓ ત્યારે તેની નોંધ કરો અને તેવા વિચારોમાં તમારા પોતાના વિશેના સદ્ભાવનાવાળા વિચારો સાથે વિક્ષેપ પાડવાનો અભ્યાસ કરો. આમ ઉદાહરણ તરીકે, જો સોશિયલ મીડિયાની સરખામણીઓથી તમે સ્વયંથી નાખુશ અથવા હતાશ થઈ રહ્યા હો, તો તમારા પોતાના વિશેની તમને પસંદ હોય એવી ત્રણ વસ્તુઓ અથવા અન્ય લોકોએ જેના માટે તમારા વખાણ કર્યા હોય તેવી ત્રણ બાબતને યાદ કરી જુઓ અને વારંવાર યાદ કરતા રહો.
- આભારનો અભ્યાસ કરો. તમારા હિસાબે તમારા જીવનમાં જેનો અભાવ છે તેને બદલે તમારા જીવનમાં તમારી પાસે જે છે તેના પર તમારું ધ્યાન લઈ જવાનો પ્રયાસ કરો. આ પ્રકારની આભારની ભાવના દરેક માટે સ્વાભાવિકપણે આવતી નથી. તેમાં સભાન પ્રયાસ કરવો પડી શકે છે, પરંતુ તે લાભદાયી કાર્ય છે. તેનાથી નકારાત્મક સામાજિક સરખામણીના પ્રભાવોને ઘટાડવામાં મદદ મળી શકે છે અને તે તમને તમે જ્યાં છો – અને જે છો – તે વિશે સારું અનુભવવામાં મદદ કરે છે.
જો તમારા તરુણ/તરુણી તેમના પોતાના વિશે કંઈક સકારાત્મક કહેવામાં સંઘર્ષ કરી રહ્યા છે, તો વચ્ચે પડો અને તેમના વિશે તમને શું વહાલું છે તે તેમને જણાવો! તેમને સકારાત્મક ઇનપુટ માટે કોઈ મિત્રને પૂછવા માટે પ્રોત્સાહિત કરો અથવા બીજી રીતે કહીએ તો, તેમને પૂછો: તેઓ પોતાના પ્રત્યે ખરાબ અનુભૂતિ કરી રહેલી બીજી કોઈ વ્યક્તિને કઈ સદ્ભાવનાવાળી અથવા સકારાત્મક વાતો કહેશે?
માતા-પિતા અને વાલીઓ માટે અંતિમ વિચારો
જે સામાજિક સરખામણીને પ્રોત્સાહિત કરે છે તે વ્યક્તિગત અને સૂક્ષ્મ ભેદી હોય છે. સંશોધન બતાવે છે કે આપણે ઓનલાઇન જ્યાં જઈએ છીએ અને પ્લેટફોર્મ પર આપણે દરેક જણ જે લાવીએ છીએ (જેમ કે ત્યાં હોવાની પ્રેરણાઓ, આત્મવિશ્વાસનું સ્તર અને તે દિવસે તમને કેવું લાગે છે) તે આપણે કેવી રીતે કન્ટેન્ટને જવાબ આપીએ છીએ તેને અસર કરે છે. આપણા મૂડ, તાજેતરના અનુભવો અને ચોક્કસ સાઇટની મુલાકાત લેવાનાં કારણોના આધારે સમાન કન્ટેન્ટથી પણ આપણને અલગ-અલગ અનુભૂતિ થઈ શકે છે. આનો અર્થ એ થાય કે આ ટિપ્સ વિશ્વવ્યાપી નથી અને તેનો હેતુ તમારા તરુણ/તરુણી સાથેની વધુ ચર્ચા માટે એક માર્ગદર્શિકા રૂપે હોવાનો છો.
તરુણ/તરુણીના માતા-પિતા અથવા વાલી તરીકે, કદાચ તમે કરી શકો એવી સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ એ છે કે વાતચીત શરૂ કરો અને જિજ્ઞાસા અને કરુણાથી તેમની વાત સાંભળો. એ સમજવામાં તેમની મદદ કરો કે સોશિયલ મીડિયા પર રહેવાથી તેમને કેવું લાગે છે તેના પર ધ્યાન આપવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. ઉશ્કેરાયેલા હોવું, પછી ભલેને તે દેખીતી રીતે ન હોય, તે સોશિયલ મીડિયામાંથી બહાર નીકળીને બીજું કંઈક કરવાનો સમય થઈ ગયાનો સંકેત છે. તમારા તરુણ/તરુણીને જણાવો કે તમે તેમને મદદ અને સપોર્ટ કરવા માટે હાજર છો અને એ કે તેઓ સોશિયલ મીડિયા સાથે કેવી રીતે સહભાગિતા કરી રહ્યા છે તે વિશે વાતચીતો (સારી, ખરાબ અને તે વચ્ચેની બધી વાતો!) કરવા માટે તમે હંમેશાં ઉપલબ્ધ છો.
તમારા તરુણ/તરુણીને યાદ અપાવો કે સોશિયલ મીડિયા પર ક્યારેય જોવા મળી શકે તેનાથી કેટલાયે વધુ ગુણો તેમનામાં છે. તેમના વિશે તમને શું વહાલું છે અને તેઓ જે છે તેનાથી તમે કેટલા પ્રભાવિત થયા છો એ તેઓને જણાવો. જો તમે તમારા તરુણ/તરુણીમાં સ્વયંને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રાખવાની ભાવના સંવર્ધિત કરી શકો, તો તે તેમના માટે તેમના સમગ્ર જીવન દરમિયાન સારી પેઠે ઉપયોગી નીવડશે.
છેવટે, જો તમને તમારા તરુણ/તરુણી વિશે ચિંતા રહેવાની ચાલુ રહે, તો એ જાણી લો કે આ યાત્રામાં તમારી મદદ કરવા માટે વધુ સંસાધનો ઉપલબ્ધ છે. માનસિક આરોગ્યને લગતાં વિશ્વસનીય સંસાધનો અને પ્રોવાઇડર અહીં શોધો.
વધુ સંસાધનો