એક બાળરોગનાં મનોવિજ્ઞાની, માતા-પિતા માટેનાં કોચ અને બે બાળકોની માતા તરીકે, હું જાત અનુભવથી જાણું છું કે આપણા તરુણ/તરુણીઓ ઓનલાઇન શું કરી રહ્યા છે તે અંગે વાકેફ થયેલા રહેવું કેટલું જટિલ લાગી શકે છે. આપણે ઇચ્છીએ છીએ કે તેમને વયાનુસાર ઉપયુક્ત અનુભવો, એક્સ્પ્લોર કરવાની સ્વતંત્રતા અને જોખમોથી રક્ષણ મળે — આ બધું જ એક જ સમયે મળે. તે એક નાજુક સંતુલન છે, પરંતુ સારા સમાચાર એ છે કે આપણે આપણી જાતે આ કરતા નથી. Meta, તરુણ/તરુણીઓ માટે વધુ સલામત ડિજિટલ સ્પેસ બનાવવા માટે પોતાનાં ટૂલને સતત રૂપથી અપડેટ કરે છે અને માતા-પિતા તે પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ અપડેટ વિશે તમારે શું જાણવાની જરૂર છે અને તમે તમારા તરુણ-તરુણી સાથે ઉંમરની ખાતરી શા માટે મહત્ત્વની છે તે વિશે કેવી રીતે વાત કરી શકો — તે પણ ભાષણ આપવા જેવું લાગ્યા વિના, તે અહીં આપ્યું છે.
હું સમજું છું. જ્યારે હું તરુણી હતી, ત્યારે મેં મારી મમ્મીથી બાબતોને છુપાવી રાખી હતી, કારણ કે મને ખોટા અભિપ્રાય બંધાવાનો અથવા શિક્ષાનો ડર હતો. હું મારા પોતાના તરુણ/તરુણીઓ સાથે તે જ ડાયનેમિક ઇચ્છતી નથી. એટલા માટે જ હું એવો માહોલ બનાવવા માટે સખત મહેનત કરું છું કે જ્યાં તેઓ મારી પાસે આવવામાં સહજ અનુભવે — પછી ભલેને તે સોશિયલ મીડિયા, પ્રાઇવસી અને ઓનલાઇન સલામતી જેવા મુશ્કેલ વિષયો વિશે જ કેમ ન હોય.
ઉદાહરણ તરીકે, જ્યારે મારા તરુણ/તરુણીને નવી ઍપ માટે સાઇન અપ કરવાની ઇચ્છા થઈ, ત્યારે અમે સાથે બેસીને સેટિંગ જોયાં હતાં. મેં તેમને પ્રાઇવસી સંબંધી નિયંત્રણોને એડ્જસ્ટ કરવામાં અને તેઓ ઍપનો ઉપયોગ કેવી રીતે કરવાનો પ્લાન ધરાવે છે તે સમજાવવામાં આગેવાની લેવા દીધી હતી. ઇનપુટ વિના નિયમો બનાવવાને બદલે, મેં પૂછ્યું, “તમને શું લાગે છે કે સૌથી મોટાં જોખમો કયા છે? આપણે કેવી રીતે એ વાતની ખાતરી કરી શકીએ કે તમે રક્ષિત છો?” આનાથી વાતચીત “મમ્મી મારા જીવનને નિયંત્રિત કરી રહી છે” પરથી “આપણે આમાં એકસાથે છીએ” પર શિફ્ટ થઈ ગઈ હતી.
તરુણાવસ્થાના વર્ષો વિકાસ અને ફેરફારથી ભરેલા હોય છે. એક દિવસ, તેઓ એનિમેટેડ ફિલ્મ જોઈ રહ્યા હોય છે અને બીજા દિવસે, તેઓ સામાજિક મુદ્દા વિશે ઓનલાઇન વાદવિવાદ કરી રહ્યા હોય છે. ડિજિટલ સ્પેસ તે વિકસિત થતી પરિપક્વતાને દર્શાવતી હોવી જોઈએ — તેમની ઉંમર અને વિકાસના તબક્કાથી મેળ ખાતા કન્ટેન્ટ, સુવિધાઓ અને ઇન્ટરેક્શનની એક્સેસ કરતી હોવી જોઈએ.
Meta પાસે ઉંમરની ખાતરી સંબંધી પગલાં છે, જેની રચના આ માટે થયેલી છે:
પરંતુ, પડકાર અહીં હોય છે: એવું બની શકે છે કે તરુણ'તરુણીઓને તેમની ઉંમર પૂછવામાં આવી રહ્યામાં કોઈ મોટી વાત ન જણાય. તેમને એવું લાગી શકે છે કે તે બસ તેમના માર્ગમાં આવેલો બીજો અવરોધ છે અથવા તેનાથી પણ ખરાબ, એમ ધારી લઈ શકે છે કે તેમના માતા-પિતા તેમના પર વિશ્વાસ કરતા નથી. એટલા માટે જ આપણે વાતચીતને કેવી રીતે ગોઠવીએ છીએ તે મહત્ત્વનું છે.
આપણે બધા આ તબક્કામાંથી પસાર થઈ ગયા છીએ — આપણા તરુણ/તરુણીની સાથે કોઈ મહત્ત્વપૂર્ણ બાબત વિશે વાત કરવાનો પ્રયાસ કરતી વખતે, જવાબમાં બસ આંખો ફેરવવા, નિસાસો નાંખવા કે "હું પહેલાંથી જ જાણું છું, મમ્મી/પપ્પા" મળે છે. આ વાતચીતોને વધુ સુગમ બનાવવા માટે, અહીં પેરેન્ટિંગ સંબંધી થોડીક વ્યૂહરચનાઓ આપી છે જે કારગર છે:
"તમારે આ કરવું પડશે, કારણ કે તે વધુ સલામત છે"ની સાથે શરૂઆત કરવાને બદલે, આને અજમાવી જુઓ:
"હું જાણું છું કે સોશિયલ મીડિયા એ તમે જે રીતે કનેક્ટ થયેલા રહો છો તેનો એક મોટો ભાગ છે. હું તો બસ એ બાબતની ખાતરી કરવા માંગું છું કે તમને શક્ય એટલો શ્રેષ્ઠ અનુભવ મળી રહ્યો છે — એક એવો અનુભવ કે જેની રચના ખરેખર તમારી ઉંમરનાં લોકો માટે થયેલી છે."
આનાથી ધ્યાન નિયમો અને નિયંત્રણથી સપોર્ટ અને પાર્ટનરશિપ પર શિફ્ટ થાય છે.
તરુણ-તરુણીઓ નિષ્પક્ષતા અને સ્વાયતત્તાની પરવા કરે છે. તમે એમ સમજાવી શકો છો:
"જ્યારે પ્લેટફોર્મ તમારી વાસ્તવિક ઉંમર જાણતા હોય, ત્યારે તે એ બાબતની ખાતરી કરી શકે છે કે તમે તમારા માટે જે હોય તે કન્ટેન્ટ જોઈ રહ્યા છો. તેનો અર્થ એ થાય કે થોડી ઓછી ચિત્ર-વિચિત્ર જાહેરાતો, થોડા ઓછા રેન્ડમ અજાણ્યાં લોકો તમને ફોલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હશે અને એ બાબતનું વધુ નિયંત્રણ હશે કે તમને કોણ મેસેજ મોકલી શકે."
આ, ઉંમરની ખાતરી તેમનું કેવી રીતે રક્ષણ કરે છે તે જ નહીં પરંતુ તેનાથી કેવી રીતે તેમને લાભ થાય છે તે બાબતને હાઇલાઇટ કરે છે.
તરુણ/તરુણીઓ સ્માર્ટ હોય છે. જો તેઓ એમ કહીને તમારી વાતથી અસંમત થાય, "પરંતુ, લોકો આમ પણ પોતાની ઉંમર વિશે બસ ખોટું બોલતા હોય છે", તો આખી પરિસ્થિતિને એકંદરે જોવાની બાબતને બળવત્તર કરવાની પહેલાં તેમના મુદ્દાને સ્વીકારો:
"તમે સાચા છો — કેટલાંક લોકો એમ કરતા હોય છે. પરંતુ, Meta જેવી કંપનીઓ સ્પેસને વધુ સલામત રાખવા માટે પોતાની ઉંમરની ખોટી રજૂઆત કરતા લોકોને પકડી પાડવા માટે તેમની ટેક્નોલોજીને બહેતર બનાવી રહી છે. તે દરેક જણ માટે સોશિયલ મીડિયાને વધુ સારું બનાવવા વિશે છે, ન કે બસ એક વ્યક્તિ માટે."
જ્યારે તરુણ/તરુણીઓને લાગે કે તેમની વાત સાંભળવામાં આવી છે, ત્યારે તેમની ચૂપ રહેવાને બદલે જોડાવાની વધુ સંભાવના હોય છે.
તમારે તમારા તરુણ/તરુણી કરે તે દરેક ક્લિકનું નિરીક્ષણ કરવાની જરૂર નથી. પરંતુ, તેમના ડિજિટલ જગતમાં જોડાયેલા રહેવું — હોવર કર્યા વિના — બહુ જ મદદગાર સાબિત થાય છે. સામેલ થયેલા રહેવા માટેની થોડીક ઓછા-પ્રયત્નવાળી રીતો અહીં આપી છે:
Meta, વધુ સલામત ડિજિટલ સ્પેસ પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેનો અર્થ એ થાય કે માતા-પિતા તરીકે, આપણે એકલાએ તે બધુંં જાણી-સમજી લેવાની જરૂર નથી. નિખાલસ વાતચીતો કરી અને આપણા માટે ઉપલબ્ધ ટૂલને અપનાવીને, આપણે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આપણા તરુણ/તરુણીઓ વધુ સલામત, વયાનુસાર ઉપયુક્ત ઓનલાઇન અનુભવનો આનંદ માણે — તે પણ તેને એક બોજ જેવું લાગ્યા વિના.
વ્યક્તિગત માહિતી: ડૉ. એન-લુઇસ લૉકહાર્ટ એક બોર્ડ દ્વારા પ્રમાણિત બાળરોગનાં મનોવિજ્ઞાની, માતા-પિતા માટેનાં કોચ અને સ્પીકર છે, જેમને 20 વર્ષથી વધુનો અનુભવ છે. ડૉ. લૉકહાર્ટ એ ટ્વીન અને તરુણ/તરુણીઓના અભિભૂત થયેલા માતા-પિતાને સંઘર્ષથી જોડાણ પર શિફ્ટ થવામાં મદદ કરવા માટે સમર્પિત છે. વ્યવહારુ વ્યૂહરચનાઓ, કરુણાપૂર્ણ માર્ગદર્શન મારફતે અને નિખાલસ વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેઓ માતા-પિતાને તેમના તરુણ-તરુણીઓ સાથે — સતત લડાઈઓ કર્યા વિના વધુ મજબૂત સંબંધો બાંધવા માટે સશક્ત બનાવે છે. ડૉ. લૉકહાર્ટ વિશે www.anewdaysa.com પર વધુ જાણો.
તમારા તરુણ/તરુણી Metaની ઍપ્સ પર તેમની જન્મ તારીખને બસ થોડાક જ પગલાંમાં તપાસી શકે અથવા અપડેટ કરી શકે છે. તેમની ઉંમર સચોટ છે તેની ખાતરી કરવામાં તેમની મદદ કરવા માટે નીચે આપેલી માર્ગદર્શિકાને અનુસરો.