Instagram પર સલામત, વયાનુસાર ઉપયુક્ત અનુભવો બનાવવા
માતા-પિતા અને તરુણ/તરુણીઓને સલામત અને માહિતગાર લાગે તેમાં મદદ માટે અમારાં ટૂલ અને સંસાધનો અહીં ઉપલબ્ધ છે. આત્મવિશ્વાસ અને મનની શાંતિ સાથે Instagramનો અનુભવ લેવા માટે અમારી માર્ગદર્શિકાઓ, ટિપ્સ અને જાણકારીને એક્સ્પ્લોર કરો.
પ્રસ્તુત કરી રહ્યા છીએ Instagram તરુણ/તરુણીનાં એકાઉન્ટ
માતા-પિતા દ્વારા માર્ગદર્શિત, તરુણ/તરુણીઓ માટેનો એક નવો, સુરક્ષિત અનુભવ
ટૂંક સમયમાં જ, Instagram પર તરુણ/તરુણીઓને ઓટોમેટિક રીતે તરુણ/તરુણીનાં એકાઉન્ટમાં મૂકવામાં આવશે, જેમાં તેમની સાથે કોણ સંપર્ક કરી શકશે અને તેઓ જે કન્ટેન્ટ જોશે તેના પર બિલ્ટ-ઇન મર્યાદાઓ છે અને તેમની રુચિઓ સાથે કનેક્ટ થવાની અને એક્સ્પ્લોર કરવાની વધુ રીતો છે. 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓને આ સેટિંગ બદલવા માટે માતા-પિતાની પરવાનગીની જરૂર પડશે.
સુવિધાઓ અને ટૂલ
Instagramની સુવિધાઓ વિશે જાણો
તરુણ/તરુણીઓને, સુરક્ષિત, વયાનુસાર-ઉપયુક્ત રીતે Instagram પર રચના કરવા, એક્સ્પ્લોર કરવા અને કનેક્ટ કરવામાં મદદ કરવા માટે સમર્પિત સુવિધાઓ અને ટૂલ વિશે વધુ જાણો.
ઉપયુક્ત કન્ટેન્ટ
અમે દરેકની સલામતીને વિસ્તૃત કરવા માટે સક્રિય પગલાં લઈએ છીએ. અમારી ટીમ અમારી કોમ્યુનિટી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટની સમીક્ષા કરવા અને દૂર કરવાનું કામ કરે છે. અમે આનાં જેવાં ટૂલ પણ તૈયાર કર્યાં છે:
ડિફોલ્ટ સંવેદનશીલ કન્ટેન્ટ સ્ક્રીન કે જે સંભવિત રીતે અસ્વસ્થ કરતી અથવા ટ્રિગર કરતી પોસ્ટ માટેની દૃશ્યતાને મર્યાદિત કરે છે
છુપાયેલા શબ્દોને સેટ કરવાની ક્ષમતા કે જે તે કોમેન્ટ અને મેસેજની વિનંતીઓને ફ્લેગ કરે છે જે અયોગ્ય અથવા અપમાનજનક ગણવામાં આવી હોય.
દેખરેખની સુવિધા ચાલુ કરેલી હોવાની સાથે, માતા-પિતા અને વાલીઓ:
જો તેમના તરુણ/તરુણી કોઈ ચોક્કસ કન્ટેન્ટની જાણ કરે અને તમારી સાથે તે માહિતીને શેર કરવાનું પસંદ કરે, તો નોટિફિકેશન મેળવી શકે છે
અમે ધાકધમકી અને પજવણીને ગંભીરતાથી લઈએ છીએ. કોમેન્ટ સંબંધી ચેતવણીઓ લોકોને અમારી કોમ્યુનિટીની માર્ગદર્શિકા વિશે યાદ અપાવવા માટે પ્રદર્શિત કરવામાં આવે છે જ્યારે તેઓ સંભવિત રીતે નકારાત્મક અથવા અપમાનજનક કોમેન્ટ કરવાનો પ્રયાસ કરો, જેમાં તેમને તેમની કોમેન્ટ દૂર કરવામાં આવી શકે છે અથવા જો તેઓ આગળ વધે તો છુપાવવામાં આવી શકે છે તે બાબતની જાણ કરવામાં આવે છે.
અમારું પ્રતિબંધિત કરો ટૂલ કોમેન્ટને પ્રતિબંધિત વ્યક્તિ સિવાય અન્ય કોઈને પણ દેખાતી અટકાવે છે
બ્લોક કરવાની સુવિધા વડે, તરુણ/તરુણીઓ એકાઉન્ટ અને એવાં કોઈ પણ ભાવિ એકાઉન્ટને બ્લોક કરી શકે છે જે બ્લોક કરેલી વ્યક્તિ બનાવી શકે છે
મર્યાદાઓ તમારા તરુણ/તરુણીને તેમને ફોલો કરતા ન હોય તેવાં લોકો અથવા નવા ફોલોઅરની કોમેન્ટ અને મેસેજની વિનંતીઓને ઓટોમેટિક રીતે છુપાવવાની મંજૂરી આપે છે
નિયંત્રણો તેમને કોમેન્ટ, કેપ્શન અથવા સ્ટોરીમાં ટેગ અથવા ઉલ્લેખને ફક્ત 'તેઓ જેમને ફોલો કરતા હોય તે લોકો' અથવા 'બિલકુલ કોઈને નહીં' તેના સુધી મર્યાદિત કરવા દે છે
દેખરેખની સુવિધા ચાલુ કરેલી હોવાની સાથે, માતા-પિતા અને વાલીઓ:
તેમના તરુણ/તરુણી કોને ફોલો કરે છે અને કોણ તેમને ફોલો કરે છે તે અંગેનાં નોટિફિકેશન મેળવી શકે છે
તેમના તરુણ/તરુણીએ કોને બ્લોક કર્યા છે તે જોઈ શકે છે
જો તમારા તરુણ/તરુણી કોઈ વસ્તુની જાણ કરે અને તમારી સાથે તે રિપોર્ટને શેર કરવાનું પસંદ કરે, તો નોટિફિકેશન મેળવી શકે છે
તરુણ/તરુણીઓને તેઓ Instagram પર કેટલો સમય વિતાવે તેના પર સીમાઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમારી અને તમારા તરુણ/તરુણી પાસે આ મુજબની સુવિધાઓની એક્સેસ છે:
સ્લીપ મોડ રાત્રે તમામ નોટિફિકેશનને શાંત કરવા અને તેમના એક્ટિવિટી સ્ટેટસને બદલવા
દૈનિક મર્યાદા અને રિમાઇન્ડર, જ્યાં તરુણ/તરુણીઓને દરરોજ 60 મિનિટ પછી ઍપને છોડવા માટે જણાવવામાં આવે છે અને 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓને આ નોટિફિકેશનને બદલવા માટે તેમના માતા-પિતાની પરવાનગીની જરૂર પડશે
દેખરેખની સુવિધા ચાલુ કરેલી હોવાની સાથે, માતા-પિતા અને વાલીઓ:
તેમના તરુણ/તરુણીના ઉપયોગને લગતી જાણકારી જોઈ શકે છે
દૈનિક ઉપયોગ પરની મર્યાદાઓ જોઈ શકે છે
Instagram પર વધુ સમય વિતાવવા માટે એક્સટેન્શનની વિનંતી કરવા તેમને એજન્સી આપી શકે છે
Instagramનો ઉપયોગ કરનારાં લોકોની સલામતી અને પ્રાઇવસી એ અમારા માટે ટોચની પ્રાથમિકતા છે. જ્યારે તરુણ/તરુણીઓ Instagramથી જોડાય, ત્યારે તેમના એકાઉન્ટ સુરક્ષિત અને વયાનુસાર-ઉપયુક્ત સેટિંગ પર સેટ થશે. તરુણ/તરુણીઓ માટેના અમારા ઓટોમેટિક ડિફોલ્ટમાં આનો સમાવેશ થાય છે:
18 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓ માટે ખાનગી એકાઉન્ટ. 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓને આ સેટિંગ બદલવા માટે માતા-પિતાની પરવાનગીની જરૂર પડશે
મેસેજ નિયંત્રણો કે જે તરુણ/તરુણીઓને તેમને કોણ DM મોકલી શકે અને તેમને ગ્રૂપ ચેટમાં ઉમેરી શકે તેને મર્યાદિત કરવાની મંજૂરી આપે છે, જે તેમને ફક્ત તેમને ફોલો કરનારાં લોકોના જ મેસેજ મેળવવાનો વિકલ્પ આપે છે
DM પ્રતિબંધો એટલે ફક્ત તેઓ ફોલો કરે છે તે લોકો અથવા તેઓ જેમની સાથે પહેલાંથી કનેક્ટ થયેલાં છે તે લોકો તેમને મેસેજ મોકલી શકે છે અથવા તેમને ગ્રૂપ ચેટમાં ઉમેરી શકે છે
દેખરેખની સુવિધા ચાલુ કરેલી હોવાની સાથે, માતા-પિતા અને વાલીઓ:
એકાઉન્ટ પ્રાઇવસી સેટિંગ જોઈ શકે છે, જેમ કે તેમની એકાઉન્ટ પ્રાઇવસી, તમારા તરુણ/તરુણી કોને મેસેજ મોકલી શકે અને કોણ તેમને ગ્રૂપ ચેટમાં ઉમેરી શકે
તે મહત્ત્વપૂર્ણ છે કે તરુણ/તરુણી Instagram પર તેમનો સમય વિતાવે ત્યારે તેઓ સકારાત્મક અનુભવે તેમાં અમે તેમની મદદ કરીએ. અમે તેમને આનાં જેવાં ટૂલ વડે સપોર્ટ કરીએ છીએ:
વૈકલ્પિક વિષય નજ કરવો જ્યાં અમે નોટિફિકેશન મોકલીએ છીએ, જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે તેમને તેમનો ફોકસ અન્ય વિષયો પર બદલવા માટે પ્રોમ્પ્ટ કરીએ છીએ
મ્યૂટ કરવું, તેઓ જ્યાંથી પોસ્ટ અને સ્ટોરી મેળવવા ન ઇચ્છતા હોય તે એકાઉન્ટને શાંત કરવાની તેમને મંજૂરી આપવા
છુપાવવું તેમની પોસ્ટ અને સ્ક્રોલ કરતી વખતે તેઓ જુએ છે તે પોસ્ટ પર લાઇકની સંખ્યાને છુપાવવા
જો કોઈ વ્યક્તિ એવું કન્ટેન્ટ શોધી રહી હોય કે જે આહારની વિકૃતિઓ અથવા પોતાને ઈજા પહોંચાડવાથી સંબંધિત હોઈ શકે છે, તો અમે મદદરૂપ નિષ્ણાત-સમર્થિત સંસાધનો શેર કરીશું
યુવા લોકોની બાબતોના નિષ્ણાતો, ડૉ. હિના તાલિબ અને Metaની નિકોલ લોપેઝ વચ્ચે ફાયરસાઇડ ચર્ચા
યુવા લોકોની સલામતી સંબંધી પોલિસીના Metaનાં ડિરેક્ટર, નિકોલ લોપેઝ, કિશોરાવસ્થાનાં બાળકો માટેની દવાનાં સ્પેશિયાલિસ્ટ અને બાળરોગનાં તજજ્ઞ, ડૉ. હિના તાલિબની સાથે વાત કરે છે