તમારા તરુણ/તરુણીની સાથે ઓનલાઇન સ્વસ્થ ટેવો કેવી રીતે પાડવી

NAMLE

માતા-પિતા તેમના તરુણ/તરુણીઓનું રક્ષણ કરવા તથા તેમને સલામત રાખવા માંગતા હોય છે. માત્ર સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, જો આપણે એ બાબતે વધુ વ્યાપકપણે વિચારવાનો પ્રયાસ કરીએ કે ઘરમાં મીડિયા અને ટેક્નોલોજી સાથે સ્વસ્થ અને પ્રોડક્ટિવ સંબંધ રાખવાનો અર્થ શું છે તો કેવું રહે? છેવટે, છેલ્લા એક દાયકામાં આપણી ટેક્નોલોજી અને માહિતીની પ્રણાલીઓમાં થયેલા ફેરફારોએ આપણા બધાને પ્રભાવિત કર્યા છે, માત્ર યુવા લોકોને જ નહીં. આપણે બધા આ જટિલ વિશ્વમાં નેવિગેટ કરવાનું શીખી રહ્યા છીએ અને જો આપણે સાથે મળીને તે કરવાની રીતોને શોધી કાઢીએ તો તે વધુ સરળ બનશે.

જો આપણે આપણા ઘરમાં સ્વસ્થ મીડિયા વાતાવરણ કેવી રીતે ઊભું કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું, તો આપણે માત્ર આપણા કુટુંબને જ સુરક્ષિત રાખવામાં મદદ કરી શકીશું નહીં પરંતુ આ અદ્ભુત ટેક્નોલોજીકલ પ્રગતિઓ સાથે આપણા માટે ઉપલબ્ધ તકોનો લાભ પણ આપણે લઈ શકીશું.

તમારા ઘરમાં મીડિયા સાથે સ્વસ્થ સંબંધ બનાવવા માટેની 5 મુખ્ય ટિપ્સ અહીં આપી છે:

  1. તમારા પોતાના મીડિયા ઉપયોગ પર વિચાર કરો. શું તમે સ્ક્રીન પર સમય પસાર કરીને દિવસભરનો થાક ઉતારવાનું પસંદ કરો છો? શું તમે મીડિયાના ઉપયોગથી વિચલિત થાઓ છો? શું તમે તમારા ફોન, સોશિયલ મીડિયા અથવા તમારા મિત્રોને ટેક્સ્ટ કરવાને કારણે તમારે જે કરવું જોઈએ તે વસ્તુઓને કરવામાં તમે વિલંબ કરો છો? શું તમે તમારા ફોનને નજીકમાં રાખવાનું પસંદ કરો છો? આપણે તરુણ/તરુણી દ્વારા થતા મીડિયા અને ટેક્નોલોજીના ઉપયોગ વિશે ખૂબ જ નિર્ણાયક થઈ જતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે આપણા પોતાના ઉપયોગ પર વિચાર કરીએ છીએ, ત્યારે આપણને જાણવા મળી શકે છે કે આપણી ટેવો ખૂબ જ તેમના જેવી જ છે, જે આપણને થોડી સહાનુભૂતિ અને સમજણ કેળવવા દે છે.
  2. તમે ઘરમાં ઉપયોગ કરો છો તે મીડિયા વિશે શેર કરો. આપણે મૂળભૂત રીતે આપણા મોટાભાગના જાગવાના કલાકોમાં મીડિયા સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ - પછી ભલે તે ન્યૂઝ પોડકાસ્ટ સાંભળતા હોય, સ્પોર્ટ્સની ઇવેન્ટ જોતા હોય, નવી સ્ટ્રીમિંગ સીરીઝને સળંગ બેસીને જોતા હોય કે આપણી સોશિયલ મીડિયા ફીડને સ્ક્રોલ કરતા હોય - મીડિયા આપણા રોજિંદા જીવનમાં ખરેખર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે જે મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણા તરુણ/તરુણીઓ સાથે વાત કરવી અને આપણે વાંચેલી રસપ્રદ સ્ટોરી અથવા આપણે જોયેલા રમૂજી વીડિયો શેર કરવા એ આપણા તરુણ/તરુણીઓ સાથે તેઓ શું જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અને વાંચી રહ્યા છે તે વિશે સંવાદને શરૂ કરવામાં મદદ કરે છે.
  3. નોટિફિકેશન બંધ કરો. આપણે 24/7 મીડિયા વાતાવરણમાં જીવી રહ્યા છીએ અને ટેક્સ્ટ, ઇમેઇલ, સોશિયલ મીડિયાની પોસ્ટ અને બ્રેકિંગ ન્યૂઝ વિશેનાં નોટિફિકેશન સતત રીતે આડેધડ મોકલવામાં આવે છે તે એકદમ કંટાળાજનક બની શકે છે.
    આપણે એવી સંસ્કૃતિમાં રહીએ છીએ જ્યાં એવું લાગે છે કે જે થાય છે તે બધું આપણે તે જે ક્ષણે થાય છે તે ક્ષણે જ જાણી લેવાની જરૂર છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલા વિશ્વમાં એક અશક્ય કાર્ય છે. અને તે ખૂબ જ વિચલિત કરી શકનારું હોઈ શકે છે! નોટિફિકેશન બંધ કરવાથી તમે તમારાં ન્યૂઝ અને અપડેટ ક્યારે મેળવવાં માંગો છો તેના સંબંધમાં તમને કેટલીક ક્રિયા (એજન્સી)ની પરવાનગી મળે છે. ઉપરાંત, તમારી પોતાની સીમાઓ સેટ કરવાથી તમારા તરુણ/તરુણીઓને તેમ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
  4. સાથે મળીને જોડાઓ. કેટલીકવાર આપણા તરુણ/તરુણીઓની સાથે થતી ટેક્નોલોજી વિશેની એકમાત્ર વાતચીત કંઈક આના જેવી થાય છે: “શું તમે એક સેકન્ડ માટે તે વસ્તુને છોડી શકો છો જેથી હું તમારી સાથે વાતચીત કરી શકું?” તેના પછી એક અસ્પષ્ટ હુંકારનો સ્વર સંભળાય છે. આપણે તેના કરતાં વધુ સારી રીતે વાત કરી શકીએ છીએ! ટેક્નોલોજી અને મીડિયાની ફરતે એક કુટુંબ તરીકે તમારા તરુણ/તરુણીઓ સાથે જોડાવાની ઘણી બધી તક રહેલી છે. પ્રથમ, તરુણ/તરુણીઓ ખરેખર તકનીકી રીતે જાણકાર હોય છે. તેઓ નવી ટેક્નોલોજીને શીખવામાં અદ્ભુત કૌશલ્યો ધરાવતાં હોય છે, તેથી તેમની પાસે મદદ માંગવાનાં કારણો શોધવાથી નવી ટેક્નોલોજી વિશે સંવાદ શરૂ થાય છે અને તેમને એ પણ બતાવે છે કે તમે તેમના જ્ઞાનનો આદર કરો છો. બીજું, તમારા તરુણ/તરુણીઓ સાથે તેમને જે વીડિયો ગેમ રમવાનું બહુ ગમે છે તે વિશે વાત કરવી અથવા તેઓએ હમણાં જ પોસ્ટ કરેલા ફોટાની પ્રશંસા કરવી એ ટેક્નોલોજીના સકારાત્મક પાસાઓ વિશે એવી રીતે જોડાવાની એક રીત છે કે જે તમને ચિંતાઓની બાબતો જણાવવાની જરૂર પડે તે કિસ્સામાં તેમને ઓછા રક્ષણાત્મક બનાવી શકે છે.
  5. ટેક બ્રેક લો. તમારા દિવસમાં ટેકના ઉપયોગ વિના થોડો સમય પસાર કરવો સ્વાસ્થ્યપ્રદ છે. ટેક્નોલોજી વિના તમે કુટુંબની સાથે થોડો સમય કેવી રીતે પસાર કરી શકો તે વિશે વિચારો. કદાચ તે રાત્રિભોજનનો સમય હોય. કદાચ તે રવિવારની સવારના પૅનકૅક હોય. કદાચ તે અઠવાડિયામાં એક રાત હોય જ્યાં તમે સાથે મળીને બોર્ડ ગેમ રમવામાં 30 મિનિટનો સમય પસાર કરો છો. ટેક્નોલોજીના સતત ઉપયોગથી આપણને પોતાને અલગ રાખવું એ એક કુટુંબ તરીકે જોડાવા માટે અને આપણા તરુણ/તરુણીઓને એ બતાવવાની એક શ્રેષ્ઠ રીત હોઈ શકે છે કે આપણે બધા દરરોજ થોડી મિનિટો માટે આપણો ફોન આપણી પાસે રાખ્યા વિનાયે જીવિત રહી શકીએ છીએ.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર