ડિજિટલ સુખાકારી

ભૌતિક અને ડિજિટલ વિશ્વમાં સંતુલન શોધવું

જ્યારે ડિજિટલ વિશ્વમાં બાળકોને ઉછેરવાની વાત આવે છે, ત્યારે માતા-પિતા દ્વારા પૂછવામાં આવતા સૌથી સામાન્ય પ્રશ્નો પૈકી એક છે, “___ની ઉંમરના બાળક માટે સ્ક્રીન પર કેટલો સમય પસાર કરવો યોગ્ય છે?” પ્રશ્ન એ સમજમાંથી આવે છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહેલાં બાળકો માટે યોગ્ય મર્યાદાઓ અસ્તિત્વમાં હોવી જોઈએ. આ કોઈ પણ એક્ટિવિટી માટે સાચું છે જે જીવનની અન્ય મહત્ત્વપૂર્ણ એક્ટિવિટીમાં દખલ કરવાનું જોખમ ઉઠાવે છે. જોકે, સીમાઓ સેટ કરવાની પ્રાથમિક રીત તરીકે ઘડિયાળનો ઉપયોગ કરવો એ ડિજિટલ વિશ્વમાં સ્વસ્થ બાળકોને ઉછેરવા માટેનો શ્રેષ્ઠ અભિગમ ન હોઈ શકે.


બાળક દ્વારા દરરોજ સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમય અંગે સતત હઠપૂર્વક વિચારતા રહેવાના ઘણા પડકારો છે. પ્રથમ, સંશોધન કે જે સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયની ભલામણો તરફ દોરી ગયેલું તે નિષ્ક્રિય ટીવી વપરાશ પર આધારિત હતું (ઇન્ટરનેટ ક્યારેય અસ્તિત્વમાં આવ્યું તેની બહુ પહેલાં). ટીવી જોવું એ આજનાં બાળકો દ્વારા ઍક્સેસ કરવામાં આવતી ડિજિટલ એક્ટિવિટીના ઘણા પ્રકારોથી ખૂબ જ અલગ એક્ટિવિટી છે. પરંતુ ટેકના ઉપયોગને નિયંત્રિત કરવા માટે સમય મર્યાદાઓ સેટ કરવામાં સૌથી મહત્ત્વની સમસ્યા એ છે કે તે એવી ધારણા બનાવે છે કે તમામ ડિજિટલ એક્ટિવિટી સમાન મૂલ્યની છે. આ બિલકુલ સાચું નથી! ચાલો, બે ડિજિટલ એક્ટિવિટીને જોઈએ; દાદા-દાદી સાથેની વીડિયોચેટ અને પુનરાવર્તિત, નસીબ આધારિત ગેમ રમવી. બંને એક્ટિવિટી (સ્ક્રીન ધરાવતા) ડિવાઇસ પર થાય છે, પરંતુ દરેક એક્ટિવિટીનું મૂલ્ય તદ્દન અલગ છે. જ્યારે આપણે સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમય દ્વારા ડિવાઇસના ઉપયોગને નિયંત્રિત કરીએ છીએ, ત્યારે આપણે યુવા લોકોને શીખવીએ છીએ કે ટેકનો ઉપયોગ બાઇનરી (પરવાનગી છે કે નહીં) છે જે શીખવે છે કે તમામ ડિજિટલ એક્ટિવિટી સમાન મૂલ્યની છે. આ, કઈ ડિજિટલ એક્ટિવિટી અન્ય કરતાં ઘણી વધુ મૂલ્યવાન છે અને તેથી જે આપણા સમયને વધુ લાયક છે તે ઓળખવા માટે શીખવાના નિર્ણાયક કૌશલ્યને વિકસાવવાની જરૂરિયાતને દૂર કરે છે.


જો આપણે વિકાસમાં એટલા આગળ વધી ગયા છીએ કે આપણા કુટુંબોમાં ટેકના ઉપયોગને નિયંત્રિત કરવાના આપણા ટૂલ તરીકે સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયનો ઉપયોગ કરવાને પાછળ છોડી દીધું છે, તો ટેકના ઉપયોગને નિયંત્રણમાં રાખવા માટે આનાથી વધુ સારો અભિગમ કયો છે? સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમય માટેની ચુસ્ત મર્યાદાઓ લાગુ કરવાને બદલે, આપણે જે વિભાવના શીખવવી જોઈએ તે છે સંતુલન. આ એક વિભાવના છે જે આપણે ભૌતિક વિશ્વમાં નિયમિતપણે શીખવીએ છીએ. આપણે બતાવીએ છીએ કે સ્વસ્થ લોકો મિત્રો અને કુટુંબ સાથે તથા પોતાની જાત સાથે પસાર કરેલા સમયને સંતુલિત કરે છે. તેઓ જાણે છે કે વ્યાયામ અને આરામ કેવી રીતે સંતુલિત કરવા. તેઓ કામ કરવા અને રમવા, ગંભીર રહેવા અને મજા કરવા માટે સમય કાઢે છે.


મોટાભાગની એક્ટિવિટીનું મૂલ્ય અન્ય એક્ટિવિટી સાથેના તેમના પ્રમાણસર સંબંધ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. વ્યાયામ એ સારી બાબત છે, સિવાય કે આપણે એટલું બધું વ્યાયામ કરવાનું શરૂ કરી દઈએ કે આપણે આપણું હોમવર્ક પૂરું કરી રહ્યા નથી અથવા કુટુંબીજનો તથા મિત્રો સાથે સમય પસાર કરી રહ્યા નથી. આરામ મેળવવો એ પણ સારું છે, પરંતુ વધુ પડતી ઊંઘ કાઢવી, ખાસ કરીને આદતથી, આપણી ઉત્પાદકતા અને માનસિક આરોગ્યમાં ઘટાડો કરે છે. કલ્પનાશીલ રહેવું સારું છે, પરંતુ તે જ્યારે ખોટા સંદર્ભોમાં કરવામાં આવે છે, ત્યારે તે ખોટું બોલેલું માનવામાં આવે છે.

બની શકે કે સંતુલન પણ રોજ-બરોજ એકજેવું ન જણાય. જે તારીખે વિજ્ઞાનનો એક મોટો પ્રોજેક્ટ નિયત છે તેના એક દિવસ પહેલાં, આખો દિવસ બાઇક ચલાવીને પસાર કરવો એ સંતુલનની બહારનું હશે. વાયોલિન રિસાઇટલના એક દિવસ પહેલાં, તેની પ્રેક્ટિસ કરવાને બદલે આખો દિવસ વાંચનમાં પસાર કરવો અયોગ્ય હોઈ શકે છે, ભલેને કોઈ બીજા દિવસે તે ઉત્કૃષ્ટ પસંદગી હોઈ શકે. માતા-પિતા તરીકે, જ્યારે એક્ટિવિટી સંતુલનની બહાર હોવાની લાગે ત્યારે આપણે ભૌતિક વિશ્વમાં સૂચકોને જોઈએ છીએ. આપણા વર્ચ્યુઅલ વિશ્વમાં સંતુલન સાધવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે તેમનાં જીવનના અન્ય ભાગોમાં સંતુલન સાધવામાં તેમની મદદ કરવામાં જેટલા મક્કમ રહીએ છીએ તેટલા જ મક્કમ આપણે આપણાં બાળકોને ડિજિટલ સંતુલન સાધવાનું શીખવામાં મદદ કરવા વિશે રહીએ. નીચે આપેલાં ત્રણ સિદ્ધાંતો મદદ કરી શકે છે.


સંતુલન કરતા શીખવવું એ આપણાં બાળકોને ભાવિ સફળતા માટે તૈયાર કરે છે. આપણે ઇચ્છીએ છીએ કે તેઓ ટાઇમર વાગવાની સાથે નહીં, પરંતુ સંતુલન જાળવી રાખવાની ઇચ્છા દ્વારા એ ઓળખવાનું શીખે કે બીજી એક્ટિવિટી પર આગળ વધવાનો સમય ક્યારે થઈ ગયો છે.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર