LGBTQ+ તરુણો/તરુણીઓની ઑનલાઇન સલામતી અને પ્રાઇવસી વિશે કુટુંબીજનોએ જાણવા માટેની પાંચ બાબતો

LGBT ટેક

શું તમે જાણો છો કે મહામારી પહેલાં, U.S.માં LGBTQ+ યુવા લોકો તેમના હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) સાથીઓની સરખામણીએ ઓનલાઇન દર રોજ 45 મિનિટ વધુ પસાર કરતા હતા? LGBTQ+ યુવા લોકો તેમની સ્વ-જાગૃતિ અને લૈંગિક ઓળખને એક્સ્પ્લોર કરવા માટે ઇન્ટરનેટ દ્વારા વધુ અનામી અને સલામત માર્ગ જેવું લાગે તે રીતે લાંબા સમયથી ટેક્નોલોજીનો ઉપયોગ કરતા આવ્યા છે. મહામારી દરમિયાન, ટેક્નોલોજીએ ક્વોરંટાઇન અને આઇસોલેશનને પરિણામે LGBTQ+ યુવા લોકો માટે સર્જાયેલી સામાજિક શૂન્યતાને ભરવામાં મદદ કરી, જેનાથી LGBTQ+ યુવા લોકો ઓનલાઇન પસાર કરી રહ્યા છે તે સમયની માત્રામાં હજુ વધારો થયો. LGBTQ+ યુવા લોકો સામાજિક રીતે કનેક્ટ થવા માટે ઇન્ટરનેટ તરફ વળી શકે તેવી સંભાવના છે એ જાણતા, LGBTQ+ યુવા લોકોનાં જીવનમાં રહેલા વયસ્કો તેમના ઓનલાઇન અનુભવોને સપોર્ટ કરવા કરી શકે તે બાબતોનું એક ચેકલિસ્ટ અહીં આપ્યું છે.

1. મજબૂત સલામતી, પ્રાઇવસી અને સુરક્ષા ટિપ્સ સાથે શરૂઆત કરો જે તમામ યુવા લોકો/યુઝરને લાગુ પડે છે, પરંતુ ખાસ કરીને LGBTQ+ તરુણ/તરુણીઓ માટે મહત્ત્વપૂર્ણ છે:

  • ઇન્ટરનેટ સુરક્ષા અને વાયરસ સુરક્ષા માટેનાં ઓટોમેટિક અપડેટ માટે ડિવાઇસને સેટ કરો.
  • સશક્ત પાસવર્ડ બનાવો કે જે ઓછામાં ઓછા 12 અક્ષરના હોય, જેમ કે લાંબાં વાક્યો અથવા સંખ્યાઓ કે પ્રતીકોથી સીમાંકિત શબ્દોનો ક્રમ દા.ત. મને રવિવારે સન્ડે ખાવાનું બહુ ગમે છે અથવા Chocolate#Sundaes#Sundays. આ ઉપરાંત, એકથી વધુ વેબસાઇટ પર સમાન પાસવર્ડનો ફરીથી ઉપયોગ કરશો નહીં.
  • જ્યારે પણ શક્ય હોય ત્યારે બહુ વાર ખાતરી (બાયોમેટ્રિક્સ, સુરક્ષા કોડ વગેરે) ચાલુ કરો.
  • ટ્વીટ, ટેક્સ્ટ, સોશિયલ મીડિયા મેસેજ અને ઓનલાઇન જાહેરાતમાં રહેલી લિંક પર ક્લિક ન કરવા બાબતે તેમને યાદ અપાવો. તેના બદલે, ફિશિંગનાં કૌભાંડોથી બચવા માટે સીધા જ URL ટાઇપ કરો.
  • સાર્વજનિક વાઈ-ફાઈનો ઉપયોગ કરતી વખતે વધુ સુરક્ષિત કનેક્શન માટે VPN અથવા વ્યક્તિગત હોટસ્પોટનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
  • સોશિયલ મીડિયાની સાઇટનો ઉપયોગ કરતી વખતે, ઉપલબ્ધ પ્રાઇવસી વિકલ્પો, સુરક્ષા સેટિંગ અને ઍપ ઓફર કરી શકે તેવાં ટૂલની સમીક્ષા કરો. Meta ખાતે, તમે Metaના ફેમિલી સેન્ટર, Metaના પ્રાઇવસી કેન્દ્ર અથવા Instagramના સલામતી પેજનીમુલાકાત લઈ શકો છો.

2. LGBTQ+ યુવા લોકોને અન્ય તરુણ/તરુણીઓ તેમજ પ્રશિક્ષિત સપોર્ટ પ્રોફેશનલ સાથેની મધ્યસ્થી કરેલી ચેટ દ્વારા તેમના જેવા અન્ય યુવા લોકો સાથે ચેટ કરવા માટે વધુ સુરક્ષિત રીત પૂરી પાડો.

ઍપ અને ચેટ રૂમ જ્યાં કન્ટેન્ટને નિયંત્રિત કરવામાં આવતું નથી તે LGBTQ+ યુવા લોકોને તેમની પ્રાઇવસી પર આક્રમણ થવાનું, સોશિયલ મીડિયા પર ઓળખ છતી થવા તેમજ ડિવાઇસની સુરક્ષા ભંગના જોખમમાં મૂકે છે. LGBTQ+ યુવા લોકો માટે અન્ય LGBTQ+ યુવા લોકો સાથે કનેક્ટ થવા તેમજ પ્રશિક્ષિત સપોર્ટ પ્રોફેશનલ શોધવા માટેના કેટલાક ઓનલાઇન વિકલ્પોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • Q Chat Space (ધાકધમકી રહિત ઓનલાઇન કોમ્યુનિટી)
  • LGBT National Help Center Youth Weekly Chatrooms (મંગળવાર-શુક્રવાર, PST સમયાનુસાર સાંજે 4-7 વાગ્યા સુધી)
  • Gender Spectrum Lounge (લિંગ વિસ્તૃત તરુણ/તરુણીઓ અને તેમના કુટુંબીજનો માટેની વૈશ્વિક કોમ્યુનિટી)
  • TrevorChat (24/7 ઉપલબ્ધ Trevor કાઉન્સેલર સાથે ઓનલાઇન ઇન્સ્ટન્ટ મેસેજિંગ)

3. તેમના સ્વાભિમાનને કેળવીને તેમની માન્યતાનું નિર્માણ કરો.

LGBTQ+ તરુણ/તરુણીઓની નબળાઈ તેમને સાયબર ધાકધમકીઓ, કેફી પદાર્થના સેવનની લતથી લઈને માનવ તસ્કરી સુધીની દરેક બાબતો માટે ઓનલાઇન ટાર્ગેટ બનાવી શકે છે. ઓનલાઇન સંસાધનો દ્વારા સ્વાભિમાન કેળવવામાં મદદ કરો, જેમ કે:

  • Validation Station (ટેક્સ્ટ મોકલવાની મફત સેવા કે જે ટ્રાન્સ અને નૉન-બાઇનરી યુવા લોકોને લિંગ-પુષ્ટિ અને અપલિફ્ટ કરતા ટેક્સ્ટ મેસેજ મોકલે છે).
  • PFLAG સ્થાનિક ક્ષેત્રોમાં આવેલા ચેપ્ટર, માતા-પિતા/વાલીઓ અથવા LGBTQ+ યુવા લોકો માટે વર્ચ્યુઅલ સપોર્ટ પૂરો પાડી શકે છે.
  • LGBTQ+ યુવા લોકો માટે GLSEN મારફતે પુષ્ટિકરણો

4. તમે અન્યથા વિશ્વાસ કરી શકો તેવાં સોર્સથી સંભવિત જોખમોને ઓળખો.

LGBTQ+ યુવા લોકોનો લાભ ઉઠાવવામાં આવી શકે છે અને તેમને એવી પરિસ્થિતિઓમાં મૂકવામાં આવી શકે છે કે જે તેમને જોખમમાં મૂકતી હોય. કુટુંબીજનો, જીગરી દોસ્તો, લવ ઇન્ટરેસ્ટ અને રોજગાર આપનારાઓ તરફથી પણ તેમના જીવનમાં વધેલી રુચિ પર ધ્યાન આપો, અને નવા અથવા સ્વભાવથી વિપરીત લાગતા કોઈ પણ સંબંધો વિશે તેમની સાથે વાત કરવામાં ડરશો નહીં.

  • ધાકધમકી વિરોધી અને પજવણી વિરોધી કાયદાથી સંબંધિત LGBTQ+ યુવા લોકોના અધિકારો જાણો કે જે ઓનલાઇન ધાકધમકીથી બચાવી શકે છે અને/અથવા આશ્રય પૂરો પાડી શકે છે.

5. સોશિયલ મીડિયા ઍપ, ટેક્સ્ટ મેસેજિંગ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઓનલાઇન ચેટિંગ (ફોરમ, ચેટ રૂમ, મેસેજ બોર્ડ) અને ઇમેઇલ દ્વારા સાયબર ધાકધમકીઓ આપવામાં આવી શકે છે.

  • તમારા રાજ્યના ધાકધમકી વિરોધી/પજવણી વિરોધી કાયદા અહીં જુઓ: https://maps.glsen.org/
  • શાળા જિલ્લાઓને ધાકધમકી અને પજવણીથી સંબંધિત શાળા બોર્ડની પોલિસીની ભાષા તમને પૂરી પાડવા માટે કહો. (સાયબર)ધાકધમકીના સંદર્ભોને શોધો કે જે ઓનલાઇન અને સોશિયલ મીડિયા મારફતે થાય છે.
  • LGBTQ+ યુવા લોકોને સોશિયલ મીડિયા સેટિંગ મારફતે અપમાનજનક, નુકસાનકારક અથવા નકારાત્મક કન્ટેન્ટ અને વ્યક્તિઓની કેવી રીતે જાણ કરવી/તેમને બ્લૉક કરવા તે દર્શાવો.
  • જો તેમના ભાઈ-બહેન અથવા મિત્રો મારફતે આડકતરા સ્વરૂપની પજવણી દ્વારા ટાર્ગેટ કરવામાં આવે, તો LGBTQ+ યુવા લોકોના ભાઈ-બહેનો સાથે આ અંગે ચર્ચા કરવા અને/અથવા LGBTQ+ યુવા લોકોના મિત્રોના માતા-પિતાને જાણ કરવા માટે તૈયાર રહો.
  • આ પર જઈને ઓળખો કે સાયબર ધાકધમકી શું છે અને તેની જાણ કેવી રીતે કરવી: www.stopbullying.gov

સંસાધનો

  1. ઓનલાઇન કોમ્યુનિટી અને LGBTQ+ યુવા લોકો, Human Rights Campaign
  2. ઓનલાઇન સલામતી વિશે LGBTQ કોમ્યુનિટીએ શું જાણવું જોઈએ, Stay Safe Online
  3. એકવારમાં એક વેબપેજથી, પોતાની ઓળખને એક્સ્પ્લોર કરતાં ક્વીઅર યુવા લોકો, સોશિયલ પોલિસીના અભ્યાસ માટેનું કેન્દ્ર
  4. LGBTQ યુવા લોકોના માનસિક આરોગ્ય અંગેનો રાષ્ટ્રીય સર્વે 2021, The Trevor Project
  5. LGBTQI+ યુવા લોકો, StopBullying.gov
  6. જ્યારે વ્યક્તિગત કોમ્યુનિટી તરફથી સપોર્ટનો અભાવ હોય ત્યારે સોશિયલ મીડિયા LGBTQ યુવા લોકોને સપોર્ટ આપે છે, The Conversation
  7. આઉટ ઓનલાઇન, GLSEN
  8. 2020ના માનવ તસ્કરી સંબંધી રાષ્ટ્રીય હોટલાઇનના ડેટાનું વિશ્લેષણ, Polaris
શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર