અન્ય લોકો સાથે તમારી પોતાની સરખામણી કરવી એ માનવીનો સ્વભાવ છે. પરંતુ યુવા લોકો માટે કે જેઓ સ્વયંની ખોજમાં અને વિશ્વમાં તેમનું સ્થાન ક્યાં છે તે શોધવામાં વ્યસ્ત છે, આ સરખામણીઓ ખાસ કરીને વધુ પડતી હોઈ શકે છે. તેઓ ક્લાસરૂમમાં હોય, સ્પોર્ટ્સ ટીમમાં હોય કે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય, તરુણ/તરુણીઓ પોતાને — જાણતા કે અજાણતા — પોતાના દેખાવ, સંબંધો, ભાવનાઓ, જીવનશૈલી અને કૌશલ્યો કે ક્ષમતાઓની અન્ય લોકોની તે બાબતો સાથે સરખામણી કરતા પામી શકે છે. જો તેમને એમ લાગે કે તેઓ સરખામણીમાં ઓછા ઉતરે છે, તો તેનાથી તેમની ભાવનાત્મક સુખાકારી પર નકારાત્મક અસરો થઈ શકે છે. The Jed Foundationના નિષ્ણાતો એ સંશોધન પ્રત્યે ધ્યાન દોરે છે કે જે બતાવે છે કે કાબૂમાં લેવામાં ન આવે તો, સતત થતી નકારાત્મક સામાજિક સરખામણીઓ ઓછા સ્વાભિમાનની લાગણીઓ, એકલતા, નબળી સ્વ-છબી અને જીવનથી અસંતોષપણાની ભાવના તરફ દોરી જઈ શકે છે.
The Jed Foundationદ્વારા ઑનલાઇન અને ઓફલાઇન એમ બંનેમાં સામાજિક સરખામણીને નિયંત્રિત કરવા અંગેનું માર્ગદર્શન વિકસાવવામાં આવ્યું છે. અમે તમને તમારા તરુણ/તરુણી સાથે નીચેની ટિપ્સને શેર કરવાં અને તેની ચર્ચા કરવાં માટે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તેઓને સોશિયલ મીડિયાને ફરતે રહેલી તેમની ભાવનાઓનું નિરીક્ષણ કરવામાં મદદ મળી રહે અને તમે — સાથે મળીને — સકારાત્મક સ્વ-છબીને સશક્ત કરતી ટેવો પાડી શકો.
જો તમારા તરુણ/તરુણી તેમના પોતાના વિશે કંઈક સકારાત્મક કહેવામાં સંઘર્ષ કરી રહ્યા છે, તો વચ્ચે પડો અને તેમના વિશે તમને શું વહાલું છે તે તેમને જણાવો! તેમને સકારાત્મક ઇનપુટ માટે કોઈ મિત્રને પૂછવા માટે પ્રોત્સાહિત કરો અથવા બીજી રીતે કહીએ તો, તેમને પૂછો: તેઓ પોતાના પ્રત્યે ખરાબ અનુભૂતિ કરી રહેલી બીજી કોઈ વ્યક્તિને કઈ સદ્ભાવનાવાળી અથવા સકારાત્મક વાતો કહેશે?
જે સામાજિક સરખામણીને પ્રોત્સાહિત કરે છે તે વ્યક્તિગત અને સૂક્ષ્મ ભેદી હોય છે. સંશોધન બતાવે છે કે આપણે ઑનલાઇન જ્યાં જઈએ છીએ અને પ્લેટફોર્મ પર આપણે દરેક જણ જે લાવીએ છીએ (જેમ કે ત્યાં હોવાની પ્રેરણાઓ, આત્મવિશ્વાસનું સ્તર અને તે દિવસે તમને કેવું લાગે છે) તે આપણે કેવી રીતે કન્ટેન્ટને પ્રતિભાવ આપીએ છીએ તેને અસર કરે છે. આપણા મૂડ, તાજેતરના અનુભવો અને ચોક્કસ સાઇટની મુલાકાત લેવાનાં કારણોના આધારે સમાન કન્ટેન્ટથી પણ આપણને અલગ-અલગ રીતે અનુભૂતિ થઈ શકે છે. આનો અર્થ એ થાય કે આ ટિપ્સ વિશ્વવ્યાપી નથી અને તેનો હેતુ તમારા તરુણ/તરુણી સાથેની વધુ ચર્ચા માટે એક માર્ગદર્શિકા રૂપે હોવાનો છો.
તરુણ/તરુણીના માતા-પિતા અથવા વાલી તરીકે, કદાચ તમે કરી શકો એવી સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ એ છે કે વાતચીત શરૂ કરો અને જિજ્ઞાસા અને કરુણાથી તેમની વાત સાંભળો. એ સમજવામાં તેમની મદદ કરો કે સોશિયલ મીડિયા પર રહેવાથી તેમને કેવું લાગે છે તેના પર ધ્યાન આપવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. ઉશ્કેરાયેલા હોવું, પછી ભલેને તે દેખીતી રીતે ન હોય, તે સોશિયલ મીડિયામાંથી બહાર નીકળીને બીજું કંઈક કરવાનો સમય થઈ ગયાનો સંકેત છે. તમારા તરુણ/તરુણીને જણાવો કે તમે તેમને મદદ અને સપોર્ટ કરવા માટે હાજર છો અને એ કે તેઓ સોશિયલ મીડિયા સાથે કેવી રીતે સહભાગિતા કરી રહ્યા છે તે વિશે વાતચીતો (સારી, ખરાબ અને તે વચ્ચેની બધી વાતો!) કરવા માટે તમે હંમેશાં ઉપલબ્ધ છો.
તમારા તરુણ/તરુણીને યાદ અપાવો કે સોશિયલ મીડિયા પર ક્યારેય જોવા મળી શકે તેનાથી કેટલાયે વધુ ગુણો તેમનામાં છે. તેમના વિશે તમને શું વહાલું છે અને તેઓ જે છે તેનાથી તમે કેટલા પ્રભાવિત થયા છો એ તેઓને જણાવો. જો તમે તમારા તરુણ/તરુણીમાં સ્વયંને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રાખવાની ભાવના સંવર્ધિત કરી શકો, તો તે તેમના માટે તેમના સમગ્ર જીવન દરમિયાન સારી પેઠે ઉપયોગી નીવડશે.
છેવટે, જો તમને તમારા તરુણ/તરુણી વિશે ચિંતા રહેવાની ચાલુ રહે, તો એ જાણી લો કે આ યાત્રામાં તમારી મદદ કરવા માટે વધુ સંસાધનો ઉપલબ્ધ છે. માનસિક આરોગ્યને લગતાં વિશ્વસનીય સંસાધનો અને પ્રોવાઇડર અહીં શોધો.