રચેલ એફ. રોજર્સ, PhD
માતા-પિતા તરીકે, કન્ટેન્ટ તમારા તરુણ/તરુણી માટે યોગ્ય હોઈ શકે કે કેમ તેનો નિર્ણય કરવો મુશ્કેલ હોઈ શકે છે. ખરું જોતાં, નિષ્ણાતોને પણ ક્યારેક તે મર્યાદા નક્કી કરવાનું મુશ્કેલ લાગે છે અને તરુણ/તરુણીઓને દેખાતા કન્ટેન્ટ ફરતેની Metaની પોલિસીમાં તરુણ/તરુણીઓ માટેના વયાનુસાર ઉપયુક્ત અનુભવો સંબંધી વર્તમાન સમજણો અને નિષ્ણાતનું માર્ગદર્શન પ્રતિબિંબિત થાય છે.
નવું શું છે?
આવનારા અઠવાડિયાઓમાં, Facebook અને Instagram તરુણ/તરુણીઓને જે દેખાય છે તેમાંથી વધુ પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા પરત્વે કામ કરશે. આ ફેરફારો એવા પ્રકારના કન્ટેન્ટ પર લાગુ થશે કે જે ઘણા માતા-પિતાના મનમાં પ્રાથમિકતાની બાબત હોઈ શકે છે, જેમાં ભોજન સંબંધી વિકારો, આત્મહત્યા અને પોતાને ઇજા પહોંચાડવી, ગ્રાફિક હિંસા અને તેના જેવી વધુ કેટેગરીનો સમાવેશ થાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો, તરુણ/તરુણીઓ અમુક પ્રકારોના કન્ટેન્ટને શોધી અથવા જોઈ શકશે નહીં, તે કોઈ મિત્ર અથવા તેઓ જેમને ફોલો કરે છે તેવી કોઈ વ્યક્તિ દ્વારા તે શેર કરવામાં આવ્યું હોય ત્યારે પણ નહીં. તરુણ/તરુણી જાણી શકશે નહીં કે તેઓ આ કન્ટેન્ટને જોઈ શકતા નથી, ઉદાહરણ તરીકે, જો તેમના સાથીઓ પૈકી કોઈ એક દ્વારા બનાવવામાં આવેલું કન્ટેન્ટ આ કેટેગરીમાં આવતું હોય.
કઈ બાબતો આ નિર્ણયો સુધી દોરી લઈ ગઈ?
આ નવી પોલિસી માર્ગદર્શનના ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે.
કિશોરાવસ્થા એ પરિવર્તનનો સમય છે, જેમાં સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક ક્ષમતાઓનો વિકાસ તેમજ શારીરિક વિકાસ સામેલ હોય છે. સમગ્ર કિશોરાવસ્થા દરમિયાન, યુવા લોકો કન્ટેન્ટનું વિવેચકપણે વિશ્લેષણ કરવાની તથા કન્ટેન્ટ ક્રિએટરના ઇરાદાને સમજવાની પોતાની ક્ષમતાને વધારતા હોય છે. તેઓ ભાવનાત્મક નિયમન, તથા જટિલ સંબંધને લગતી પરિસ્થિતિઓને નેવિગેટ કરવા તેમજ કિશોરાવસ્થામાંથી પસાર થવા માટેનાં કૌશલ્યોને પણ કેળવતા હોય છે. આ વિકાસો કિશોરાવસ્થાના ઘટનાક્રમ દરમિયાન પ્રગતિશીલ હોય છે, એટલે કે નાની અને મોટી ઉંમરના કિશોર/કિશોરીઓની અલગ-અલગ પસંદગીઓ, કૌશલ્યો અને રુચિઓ હોઈ શકે છે.
તરુણ/તરુણીઓ માટે સંવેદનશીલ હોઈ શકે એવા કન્ટેન્ટને ઘટાડવું એ ધ્યાન કેન્દ્રિત કરવાની મહત્ત્વની બાબત છે. કેટલાક કન્ટેન્ટમાં એવી થીમ હોય છે કે જે યુવા લોકો માટે તેમની ઉંમરના આધારે ઓછી યોગ્ય હોઈ શકે છે. આ ઉપરાંત, ફોટાની આંશિક રૂપે એવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે કે જે ઓટોમેટિક અને ભાવનાત્મક હોય અને જે તરુણ/તરુણીઓ માટે ટેક્સ્ટની સરખામણીએ વધુ પ્રભાવ પાડનારી હોઈ શકે, જે તરુણ/તરુણીઓ માટે વિશ્વસનીય માતા-પિતા કે વાલીઓ મારફતે અમુક વિષયોને એક્સેસ કરવાનું ખાસ રૂપથી મહત્ત્વપૂર્ણ બનાવે છે.
હું મારા તરુણ/તરુણી સાથે આ વિશે કેવી રીતે વાત કરી શકું?
કન્ટેન્ટ શા માટે સંવેદનશીલ હોઈ શકે તે વિશે તેમની સાથે વાત કરવી:
તરુણ/તરુણીઓ માટે એ સમજવું મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે કે કન્ટેન્ટ શા માટે તેમને દેખાતું નથી. ઉદાહરણ તરીકે, તેમને સમજાવો કે અમુક ફોટાને જોવાથી સંભવિતપણે અસ્વસ્થ કરનારી બાબત હોઈ શકે છે. જ્યારે કેટલાક વિષયો વિશે સામાન્ય રીતે જાણવાનું તેમના માટે ઠીક હોઈ શકે છે, ત્યારે ભરોસાપાત્ર સંસાધનો પાસેથી અને/અથવા વિશ્વસનીય માતા-પિતા કે વાલીની સાથે જાણવું વધુ સારું હોય છે કે જેઓ સપોર્ટ પૂરો પાડવામાં મદદ કરી શકે છે.
તેમના પોતાના અથવા તેમના સાથીઓના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો હોય તો શું કરવું?
આ પોલિસીથી, એવું બની શકે કે તરુણ/તરુણીઓને એવા પ્રકારનું કન્ટેન્ટ ન દેખાય કે જેને મિત્રોની પ્રોફાઇલ પર જોવા તેઓ ટેવાયેલા હતા અથવા જે કોઈ મિત્ર કહે છે કે તેમણે પોસ્ટ કર્યું છે – અને તે ક્ષણ માતા-પિતા માટે તેમના તરુણ/તરુણીઓની સાથે વાત કરવા માટેની મહત્ત્વની ક્ષણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મિત્રનું કન્ટેન્ટ કે જે તેમના દ્વારા આહારમાં પરેજી પાળવા વિશે છે, તે બતાવવામાં આવી રહ્યું ન હોય, તો તે ખાવાની એવી પેટર્ન વિશે વાત કરવાનો મદદરૂપ સમય હોઈ શકે છે કે જે સમસ્યારૂપ બની શકે. માતા-પિતા ઘણી વાર તેમના તરુણ/તરુણી ભોજન અથવા બોડી ઇમેજને લઈને સંઘર્ષ કરી રહ્યા છે તે ઓળખી કાઢવામાં મદદ કરવા માટે યોગ્ય સ્થાને રહેલા હોય છે.
તેમના માટે જે ઉપલબ્ધ હોય તે કન્ટેન્ટ વિશે હજી પણ જાણકાર રહેવા માટે તેમને પ્રોત્સાહિત કરવું:
Metaની પોલિસી તરુણ/તરુણીઓને જે સંવેદનશીલ હોઈ શકે એવા કન્ટેન્ટને જોવાથી પ્રતિબંધિત કરવાનું લક્ષ્યાંક રાખે છે. જોકે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે તરુણ/તરુણીઓએ હજી પણ ડિજિટલ સાક્ષરતાનાં કૌશલ્યોને વ્યવહારમાં ઉતારવા જોઈએ. ઉદાહરણ તરીકે, તેમને ભોજન સંબંધી વિકારથી કોઈના સાજા થવાને લગતું કન્ટેન્ટ હજી પણ દેખાઈ શકે છે, જેના વિશે તમારા તરુણ/તરુણીને પ્રશ્નો હોઈ શકે છે. વાતચીત કરીને આને નેવિગેટ કરવામાં તમારા તરુણ/તરુણીની મદદ કરો.
Meta એવા કન્ટેન્ટ ફરતેની તેની પોલિસીને વિકસિત કરી રહ્યું છે કે જે તરુણ/તરુણીઓ માટે વધુ સંવેદનશીલ હોઈ શકે છે, જે તરુણ/તરુણીઓ જ્યાં વયાનુસાર ઉપયુક્ત રીતે કનેક્ટ થઈ શકે અને ક્રિએટિવ બની શકે એવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જગ્યાઓ બનાવવામાં મહત્ત્વનું પગલું છે. જેમ-જેમ આ ફેરફારો બહાર આવતા જાય છે, તેમ-તેમ તે મુશ્કેલ વિષયોને કેવી રીતે નેવિગેટ કરવા તે વિશે તમારા તરુણ/તરુણીઓ સાથે તપાસવાની અને વાત કરવાની સારી તક પૂરી પાડતા જાય છે.