આત્મહત્યા એ મુશ્કેલ વિષય છે, પરંતુ આપણે તેના વિશે વાત કરવી પડશે. વયસ્કોની સાથે થાય તેમ જ, તરુણ/તરુણીઓ આ ભયંકર ઘટના પ્રત્યે સંવેદનશીલ હોઈ શકે છે. આત્મહત્યાને લગતા વિચારો, લાગણીઓ અથવા વર્તનોનાં સંકેતોને સમજવાની વાત આવે ત્યારે તરુણ/તરુણીનાં માતા-પિતા, વાલીઓ, શિક્ષકો અને તેમના જીવનમાં રહેલાં અન્ય વિશ્વસનીય લોકો બધા જ મુખ્ય ભૂમિકા ભજવે છે.
આત્મહત્યા વિશે તરુણ/તરુણીઓની સાથે વાત કરતી વખતે મદદરૂપ થતી ભાષા
આ મુદ્દા વિશે તમારા તરુણ/તરુણીની સાથે વાત કરવી સહેલી હોતી નથી, પરંતુ જ્યારે તમે તે વાતચીત કરો (અથવા જો તેઓ તે વાતચીતને તમારી સમક્ષ લાવે તો), ત્યારે તે કરવાથી પીછેહઠ કરશો નહીં.
મદદરૂપ હોય તેવી રીતે મુદ્દાઓને વાક્યોમાં ગોઠવીને રજૂ કરવા બાબતે હંમેશાં કાળજી રાખો. તમે જે રીતે ભાષા અને સંદર્ભનો ઉપયોગ કરી રહ્યા છો તેના પર નજીકથી ધ્યાન આપો. તમે પસંદ કરેલા શબ્દોથી વાતચીત પર પ્રગાઢ રીતે અસર થઈ શકે છે. તમારી વાતચીતમાં આશા, પરિસ્થિતિમાંથી ઊગરવા અને મદદ મેળવવાની સ્ટોરીને સૌથી આગળ રાખો. એવી સ્પેસ બનાવો કે જ્યાં તેઓ પોતાની લાગણીઓને શેર કરવામાં અનુકૂળતા અનુભવે. તેમને જણાવો કે તમે તેમને પ્રેમ કરો છો અને મદદ હંમેશાં ઉપલબ્ધ છે.
અમારા પાર્ટનર Orygen – જે યુવા લોકો માટેની માનસિક આરોગ્ય સંબંધી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક સંસ્થા છે, તેના દ્વારા સંકલિત માર્ગદર્શિકામાંથી મદદરૂપ ભાષાનાં કેટલાંક ઉદાહરણો નીચે આપ્યાં છે. આત્મહત્યા વિશે વાત કરતી વખતે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા મહત્ત્વપૂર્ણ છે:
તેનાથી વિપરીત, આત્મહત્યા વિશે વાત કરવાની એવી રીતો છે કે જે વાતચીતને યોગ્ય દિશામાં દોરી જતી નથી.
તમારા તરુણ/તરુણીનું “હું ગાયબ થઈ જવા માંગું છું” અથવા “હું આનો અંત આણવા માંગું છું” આવી બાબતોને કહેવું એ આત્મઘાતી વર્તન સંબંધી ચેતવણીનો એક સંકેત છે. તેઓ સંકેત આપી શકે છે કે તેઓ નિરાશાજનક અને અસહાય અનુભવી રહ્યાં છે અથવા સૂચવે છે કે તેઓ અન્ય લોકો પર બોજારૂપ છે. તેઓ સામાન્ય રીતે જે કરતા હોય તે વસ્તુઓમાંથી તેમની રુચિ જતી રહી હોય અથવા તેઓ આવેગપૂર્ણ વ્યવહાર કરી રહ્યા હોય એવું બની શકે છે.
Orygen દ્વારા હાઇલાઇટ કરવામાં આવ્યા મુજબ, યુવા વ્યક્તિ આત્મઘાતી હોઈ શકે તેના અન્ય સંકેતોમાં આનો સમાવેશ થઈ શકે છે:
આ વર્તન માટે નજર રાખવામાં, આ એવી એક્શન છે કે જે માતા-પિતા, વાલીઓ અને અન્ય લોકો આત્મઘાતી વર્તનના સંકેતો દર્શાવતા તરુણ/તરુણીઓને સપોર્ટ કરવા માટે લઈ શકે છે.
જો તમે તમારા તરુણ/તરુણીએ ચેતવણીના સંકેતો દર્શાવ્યા હોય અથવા એમ કહ્યું હોય કે તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે તે પછી શરૂઆત કેવી રીતે કરવી તે અંગે વિચારી રહ્યા હો, તો અહીં કેટલીક રીતો આપી છે કે જેના દ્વારા તમે તેમને સપોર્ટ કરી શકો છો. આ, Forefront: Innovation in Suicide Prevention દ્વારા કરવામાં આવેલા કામથી સુમાહિતગાર થઈને બનાવેલું લિસ્ટ છે.
આત્મહત્યા નિવારણ
રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ લાઇફલાઇન 1-800-273-8255
સંકટ સમયે મદદ માટે ટેક્સ્ટ કરવાની લાઇન 741-741
ઓનલાઇન “આત્મહત્યાની ચેલેન્જ” અથવા “ગેમ”માં સામાન્ય રીતે નુકસાનકારક ટાસ્કની સીરિઝ સામેલ હોય છે કે જે તેની ઉગ્રતામાં થોડા-થોડા વખત પછી વધારો કરીને નક્કી કરેલા સમયના ગાળા દરમિયાન લોકોને આપવામાં આવે છે. આ ચેલેન્જની ચર્ચા કરતા કન્ટેન્ટ Metaની પોલિસી વિરુદ્ધ હોય છે. Meta આ કન્ટેન્ટને દૂર કરે છે અને કેટલાક સંજોગોમાં, અમે તેને પોસ્ટ કરનારાં એકાઉન્ટને પણ દૂર કરી શકીએ છીએ.
જો તમે તમારા તરુણ/તરુણીને આ પ્રકારનું કન્ટેન્ટ શેર કરતા જુઓ (અથવા જો તેઓ તમને જણાવે કે તેમણે ક્લાસમેટને તે શેર કરતા જોયા છે), તો આગળ શું કરવું તેના સંબદ્ધમાં અહીં કેટલાંક સૂચનો આપ્યાં છે:
Metaની ટેક્નોલોજી પર સુખાકારી અને ઓનલાઇન સલામતી અંગેનાં વધારાનાં ઓનલાઇન સંસાધનો માટે, અમારા આત્મહત્યા નિવારણ હબ અથવા અમારા સલામતી કેન્દ્રની મુલાકાત લો.
અમારી ટેક્નોલોજીનો જેઓ ઉપયોગ કરે છે તે લોકોને વધુ સારી રીતે સપોર્ટ કરવા માટે, Meta આ નિષ્ણાત સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરે છે:
યુનાઇટેડ સ્ટેટ્સ
રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ લાઇફલાઇન 1-800-273-8255
સંકટ સમયે મદદ માટે ટેક્સ્ટ કરવાની લાઇન 741-741