તમારા તરુણ/તરુણીની ડિજિટલ પ્રતિષ્ઠાનું મહત્ત્વ

સાયબર ધાકધમકી સંબંધી સંશોધન કેન્દ્ર

સમીર હિન્દુજા અને જસ્ટિન ડબલ્યુ. પેચિન

પ્રતિષ્ઠા મહત્ત્વપૂર્ણ છે - સ્કૂલમાં, કામકાજના સ્થાનમાં, કોમ્યુનિટીમાં અને – વધતા પ્રમાણમાં – ઓનલાઇન. સમગ્ર સોશિયલ મીડિયા, વેબ અને ઇન્ટરનેટ આધારિત અન્ય સ્થળોમાં એવા કન્ટેન્ટનો ફેલાવો છે કે જે તમારા વ્યક્તિત્વનું ચિત્રણ કરે છે અને તમારા માટેની અન્ય લોકોની ધારણાઓ અને વલણોને આકાર આપે છે. આ તમારી ડિજિટલ પ્રતિષ્ઠાને દર્શાવે છે અને તે તમે (અથવા અન્ય લોકોએ) અપલોડ કર્યા હોય તે ફોટા અને વીડિયો, તમે શેર કરેલી કોમેન્ટ, તમને જેમાં ફીચર કરવામાં આવ્યા હોય તે લેખો, અન્ય લોકોએ તમારા વિશે પોસ્ટ કરેલા કથનો, તમે ઉપયોગમાં લીધેલાં વૈકલ્પિક નામો વગેરેથી બને છે.

વયસ્કો તરીકે, આપણે સકારાત્મક પ્રતિષ્ઠા બનાવવા અને જાળવવાના મહત્ત્વને સંભવતઃ સમજી ગયા છીએ. શું આપણાં બાળકોએ સમજી ગયા છે? તરુણ/તરુણી મિડલ સ્કૂલમાં છે કે હાઇ સ્કૂલમાં તેને ધ્યાનમાં લીધા વિના, તેમની ડિજિટલ પ્રતિષ્ઠા એ તેમનાં જીવનમાં પ્રાથમિકતાનો મુદ્દો હોવો જોઈએ. તેમના સાથીઓ, તેમના શિક્ષકો, તેમના કોચ અને મેન્ટર તથા તેમની કોમ્યુનિટીનાં અન્ય લોકો દ્વારા તેમને કેવી રીતે જોવામાં આવે છે તેના પર તે અસર કરે છે. આશાપૂર્વક, તેઓએ અમુક સ્તરે આ વાસ્તવિકતા પર પહેલાંથી જ વિચાર્યું છે, કારણ કે તેમનું ઓનલાઇન કેવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તેના આધારે લોકો તેમના વિશે અભિપ્રાય બાંધી શકે છે (અને ઘણી વાર બાંધશે). ખરેખર તો કૉલેજ એડમિશનો, સ્કોલરશિપ, રોજગાર અથવા અન્ય મુખ્ય તકો વિશેના નિર્ણયો તેમની ડિજિટલ પ્રતિષ્ઠા અથવા જેને કેટલાંક લોકો તેમના ડિજિટલ ફૂટપ્રિન્ટ માને છે તેના પર આધાર રાખતા હોઈ શકે છે.

તમારા તરુણ/તરુણીની ડિજિટલ પ્રતિષ્ઠાને સંચાલિત કરવામાં મદદ કરવી

તમારા તરુણ/તરુણી સાથે તેમની ઓનલાઇન માહિતીને યોગ્ય રીતે સંચાલિત કરવાના મહત્ત્વ વિશે ચર્ચા કરવી મહત્ત્વપૂર્ણ છે. તેમને યાદ અપાવો કે તેઓ જે કંઈ પણ ઓનલાઇન પોસ્ટ કરે છે તે ભવિષ્યમાં અન્ય લોકો દ્વારા ઍક્સેસ કરવામાં આવી શકે છે. શું તેઓ તેનાથી અનુકૂળ છે? તમારા તરુણ/તરુણીને તેઓ પોસ્ટ કરે છે તે દરેક કન્ટેન્ટ માટે પોતાને તે પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરો.

આગળ, તેમના વિશે પહેલાંથી જ ફરતી થયેલી જે-તે માહિતીને જોવામાં થોડો સમય પસાર કરો. મુખ્ય શોધ એન્જિન અને અન્ય સાઇટ કે જ્યાં શોધ કરવી શક્ય હોય તે મારફતે તેમના નામ અને અટક (અને કદાચ સ્કૂલ અને/અથવા શહેર)ને શોધીને શરૂઆત કરો. નવા "ખાનગી" અથવા "છુપા" ટેબ કે વિંડોનો ઉપયોગ કરો જેથી શોધ પરિણામો તમારી બ્રાઉઝિંગ હિસ્ટરી અને કૂકીના આધારે તમારા માટે ખાસ ક્યૂરેટ કરેલાં ન હોય. જો સમસ્યારૂપ કન્ટેન્ટ તમારાં કે તેઓની માલિકીનાં એકાઉન્ટ પર આવેલું હોય, તો તેને દૂર કરવા માટે તેમને પ્રોત્સાહિત કરો. જો તે બીજી સાઇટ અથવા પ્રોફાઇલ પર ઉપલબ્ધ હોય કે જેના પર તમારું કોઈ નિયંત્રણ નથી, તો તે ક્રિએટર, પોસ્ટ કરનાર અથવા વેબ હોસ્ટનો સંપર્ક કેવી રીતે કરવો તે નિર્ધારિત કરો. જો તમને વળતો જવાબ મળતો નથી, તો તેના પર નજર રાખો અથવા પ્રોફેશનલ પ્રતિષ્ઠા સંચાલન કંપની સાથે કનેક્ટ થાઓ અને/અથવા કોઈ વકીલને સામેલ કરો. તમે અમુક ચોક્કસ શોધ પરિણામોમાંથી જૂના કન્ટેન્ટ અથવા વ્યક્તિગત માહિતીને દૂર કરવા માટે ઔપચારિક વિનંતી પણ કરી શકો છો. સમસ્યારૂપ કન્ટેન્ટનો પ્રતિકાર કરવામાં મદદ માટે, તમે તમારા તરુણ/તરુણીને ઓનલાઇન ન્યૂઝ સ્ટોરી અને સેગમેન્ટમાં ફીચર થવા માટેની તેમના માટેની તકો શોધવામાં સપોર્ટ પણ કરી શકો છો.

એ યાદ રાખવું મહત્ત્વનું છે કે અન્ય લોકો પાસે પોતાના ફોટા અને પોસ્ટમાં તરુણ/તરુણીને ટેગ કરીને (જે પછી સોશિયલ મીડિયાની ફીડમાં અથવા અન્ય લોકો દ્વારા શોધ શબ્દ તરીકે તમારા બાળકના નામને લખીને શોધ કરવા પર આવતાં શોધ પરિણામોમાં દેખાઈ શકે છે) તેમની પ્રતિષ્ઠાને નકારાત્મક રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા રહેલી છે. તરુણ/તરુણી હંમેશાં પોતાને અનટેગ કરવાનો અથવા તેને પોસ્ટ કરનારી વ્યક્તિનો સંપર્ક કરીને તેને દૂર કરવા માટે તેમને વિનંતી કરવાનો પ્રયાસ કરી શકે છે. જો તે કામ ન કરે, તો તમારા તરુણ/તરુણી સાથે એ વ્યક્તિની જાણ કરવા વિશે અને કન્ટેન્ટને દૂર કરવા માટે જે-તે સોશિયલ મીડિયાની સાઇટને ઔપચારિક વિનંતી કરવા અંગે વાત કરો.

વ્યક્તિગત બ્રાન્ડિંગ

સંશોધન1 બતાવે છે કે સોશિયલ મીડિયા મહત્ત્વપૂર્ણ પ્રોફેશનલ હેતુઓ માટે સેવા આપી શકે છે, જેમ કે વ્યક્તિગત બ્રાન્ડિંગ, સ્વ-પ્રચાર અને ઇમ્પ્રેશન સંચાલન. આ રીતે, આપણે ઇરાદાપૂર્વક તેના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપીએ છીએ. એ મહત્ત્વપૂર્ણ છે કે બધાં યુવા લોકો સ્કૂલમાં અને તેમની કોમ્યુનિટીમાં ઉત્તમ કામ કરવા માટે વધારાની સખત મહેનત કરે (દા.ત., હોનર રોલમાં સ્થાન મેળવવું, સ્વયંસેવા આપવી, શાળેત્તર એક્ટિવિટી કરવી વગેરે), આ ફક્ત વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ એટલા માટે પણ કે અન્ય લોકો ઓનલાઇન તેમને શોધે ત્યારે તેમની સખત મહેનત, અખંડિતતા અને નાગરિક માનસિકતાનો પુરાવો તેમને મળે.

સંબંધિત રીતે, તમારા તરુણ/તરુણીને વ્યક્તિગત વેબસાઇટ બનાવવા માટે પ્રોત્સાહન આપવું (અથવા મદદ કરવી) એ સ્માર્ટ કામ હોઈ શકે છે. અહીં, તેઓ શૈક્ષણિક, એથ્લેટિક, પ્રોફેશનલ અથવા સેવા-આધારિત ઉપલબ્ધિઓના પુરાવા, જેઓ તેમના માટે ઘણું સારું બોલી શકે તેવાં અન્ય લોકો તરફથી મળતા પ્રશંસાપત્રો અને ભલામણો તથા પરિપક્વતા, ચરિત્ર, ક્ષમતા અને દયાનું ચિત્રણ કરતા યોગ્ય ફોટા અને વીડિયોને અપલોડ કરી શકે છે. આ, જો કોઈ તરુણ/તરુણીએ ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હોય અને ઓનલાઇન કંઈક અયોગ્ય પોસ્ટ કર્યુ હોય તો હજી વધુ મહત્ત્વપૂર્ણ છે. જો શક્ય હોય, તો તેઓએ પોતાના વિશે સકારાત્મક કન્ટેન્ટના પ્રમાણને વધારવાનો અને હાઇલાઇટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જે નકારાત્મક કન્ટેન્ટની દૃશ્યતા અને અસરને ઓછી કરી શકે છે. એકંદરે, તરુણ/તરુણીએ પોતાની ઓનલાઇન સહભાગિતા એ બાબતની સતત વિચારણા સાથે કરવી જોઈએ કે તેમના વિશે જે પોસ્ટ કરવામાં આવ્યું છે તે, તેમને નુકસાન પહોંચાડવાને બદલે તેમને કેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે. માતા-પિતા, તમારા તરુણ/તરુણી સાથે તેમની ડિજિટલ પ્રતિષ્ઠાનો તેમના માર્ગમાં આવી શકે તેવી તકો માટે લાભ લેવામાં અને - આ રીતે - સફળતા માટેની તેમની તકોને ઓપ્ટિમાઇઝ કરવામાં સહભાગી બનો.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર