USમાં LGBTQ+ યુવા લોકોની સાથે કામ કરતા અધ્યાપકો અને એડમિનિસ્ટ્રેટર માટે ધાકધમકી-વિરોધી બાબતો કરવાની ટિપ્સ | LGBT ટેક

LGBT ટેક

ધાકધમકી એ સમગ્ર દેશના ઘણા વિદ્યાર્થીઓ માટે રહેલી એક મોટી સમસ્યા છે અને LGBTQ+ યુવા લોકો ઘણી વાર તેમના હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) સાથીઓની સરખામણીમાં તેના વધુ બનાવોનો અનુભવ કરે છે. જ્યારે અન્ય લોકો સાથે ડિજિટલ રૂપથી કનેક્ટ થવાના LGBTQ+ યુવા લોકો માટે ઘણા ફાયદા છે, ત્યારે તે નિર્બળતામાં પણ પરિણમી શકે છે. U.S. અને વૈશ્વિક ધોરણે, અડધોઅડધ છોકરીઓ જાણ કરે છે કે તેમની શેરી પર થવાની સરખામણીએ સોશિયલ મીડિયા મારફતે સતામણી થવાની વધુ સંભાવના છે. ઓનલાઇન જેમની સતામણી થઈ હોય તેવી છોકરીઓમાંથી, 47%ને શારીરિક અથવા જાતીય હિંસાની સાથે ધમકાવવામાં આવી છે. CDC અનુસાર, માધ્યમિક શાળામાં ભણનારા 33% અને હાઇ સ્કૂલમાં ભણનારા 30%ને સાયબર ધાકધમકી આપવામાં આવી છે. Trevor Project અનુસાર, માધ્યમિક અને હાઇ સ્કૂલના 42% LGBTQ યુવા લોકોએ ગત વર્ષમાં સાયબર ધાકધમકી આપવામાં આવી હોવાની જાણ કરી છે. સમાન અભ્યાસમાં, 50% ટ્રાન્સજેન્ડર અથવા નોન-બાઇનરી યુવા લોકોએ 35% સિસજેન્ડર LGBQ વિદ્યાર્થીઓની સરખામણીમાં સાયબર ધાકધમકીના ઉચ્ચ દરની જાણ કરી છે.

જેઓ ધાકધમકી, સ્વ-ઓળખ અને આત્મસન્માન, તથા કૌટુંબિક સમસ્યાઓ જેવી સમસ્યાઓનો સામનો કરી શકે એવા LGBTQ+ યુવા લોકોને સપોર્ટ આપતી વખતે ધ્યાનમાં લેવાનાં સંસાધનો અને માર્ગદર્શન છે.

અહીં થોડાંક સંસાધનો આપ્યાં છે કે જે LGBTQ+ યુવા લોકોને સપોર્ટ આપવા માટે ઇચ્છુક અધ્યાપકો અને એડમિનિસ્ટ્રેટર માટે એક પ્રારંભિક બિંદુ તરીકે કામ કરી શકે છે. હંમેશની જેમ, LGBTQ+ યુવા લોકોની સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવામાં આવે તેમાં સ્કૂલ જિલ્લા અને સ્થાનિક તથા સંઘીય સરકારોના કાયદા અને પેટા-કાયદા ઘણા અલગ-અલગ હોય છે, તેથી તમારી સંસ્થામાં ઉદ્ભવી શકે તેવી ચોક્કસ પરિસ્થિતિઓનો ઉકેલ લાવવા માટે, શક્ય હોય ત્યારે, સ્થાનિક નિષ્ણાતો સાથે વાત કરવી પણ મહત્ત્વની છે.

  • તમારા ક્ષેત્રમાં LGBTQ+ યુવા લોકો માટે ઉપલબ્ધ પોલિસી, નિયમનો અને સંસાધનોને જાણો, ઉદાહરણ તરીકે:
    • સુપ્રીમ કોર્ટના કેસ બોસ્ટોક વિ. ક્લેટન કાઉન્ટી (2020)નાં પરિણામોનું અર્થઘટન લિંગ ઓળખ અથવા લૈંગિક અભિગમના આધારે થતા ભેદભાવને પ્રતિબંધિત કરવા માટે કરવામાં આવ્યું છે.
    • ટાઇટલ IX સંઘીય કાયદા વિદ્યાર્થીઓને જાતીય અભિગમ અથવા લિંગ ઓળખના આધારે થતા ભેદભાવથી રક્ષણ આપે છે. ક્યારેક રાજ્યો સંઘીય કાયદાને પડકારશે, પરંતુ સંઘીય કાયદા આખરે LGBTQ+ યુવા લોકો પર લાગુ થતા રક્ષણોને સંચાલિત કરી શકે છે.
    • ગે, લેસ્બિયન અને સ્ટ્રેટ એજ્યુકેશન નેટવર્ક (GLSEN) નેવિગેટર મારફતે સમગ્ર દેશમાં રહેલાં રક્ષણો અને રાજ્યના કાયદા વિશેની માહિતી મેળવી શકાય છે. નકશા એવી સુવિધાઓ છે કે જેમાં અન્ય મદદરૂપ માહિતીની સાથે-સાથે રાજ્ય પોલિસીના સ્કોરકાર્ડ, બિન-ભેદભાવની ડિસ્ક્લોઝર, તથા ટ્રાન્સ અને નોન-બાઇનરી એથ્લેટિક સમાવેશનની પોલિસીનો સમાવેશ થાય છે.
  • કિટ્સની વિનંતી કરીને અથવા આ સંસ્થાઓમાંથી તેને ડાઉનલોડ કરીને LGBTQ+ યુવા લોકો માટે વધુ સપોર્ટિવ અને સમાવિષ્ટ જગ્યા કેવી રીતે પૂરી પાડવી તે જાણો:
    • Safe Space Kit એ LGBTQ વિદ્યાર્થીઓના સાથી બનવા માટેની GLSENની માર્ગદર્શિકા છે.
    • National Education Association edjustice પ્રોગ્રામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે સંસાધનો અને સહાયની તકો પણ પૂરી પાડે છે.
  • LGBTQ+ વિદ્યાર્થીઓને સ્કૂલના વાતાવરણમાં ધાકધમકી અથવા સાયબર ધાકધમકીના બનાવોનો સામનો કરવા માટે સક્રિય સપોર્ટ પૂરો પાડો.
    • LGBTQ+ યુવા લોકો તેમના હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) સાથીઓ કરતાં વધુ (58% વિ. 31%) ધાકધમકીના બનાવોની જાણ કરે છે. LGBTQ+ યુવા લોકો સલામતી સંબંધી ચિંતાઓને કારણે પણ સ્કૂલમાં જવાનું વધારે ચૂકી જાય છે.
    • જો તમારી માધ્યમિક અથવા હાઇ સ્કૂલમાં પહેલેથી જ ન હોય તો જેન્ડર-સેક્સ્યુઆલિટી-એલાયન્સ (અગાઉ ગે-સ્ટ્રેટ-એલાયન્સ) ક્લબ શરૂ કરવા અંગે વિચાર કરો. આ કોલોરાડો GSA નેટવર્ક ગાઇડ સ્કૂલ વર્ષના દરેક મહિના માટેની સંભવિત એક્ટિવિટી, ઇવેન્ટ અને ટીમ નિર્માણના વિચારોની મહિના દર મહિનાનું લિસ્ટ ધરાવે છે.
    • નેશનલ એજ્યુકેશન એસોસિએશન ક્વીઅર+ કૌકસ સ્કૂલમાં અધ્યાપકો અને એડમિનિસ્ટ્રેટર માટે તેમના આઈડી બેજની સાથે પહેરવા માટે "હું અહીં હાજર છું" બેજ ($2.00 ચાર્જ) પૂરા પાડે છે. બેજ સૂચવે છે કે કેમ્પસમાં રહેલી જે-તે વયસ્ક વ્યક્તિ ધાકધમકી અથવા સાયબર ધાકધમકીના બનાવો દરમિયાન કરવા સહિત કોઈ પણ સમયે LGBTQ+ સંબંધી સમસ્યાઓ પર આરામથી ચર્ચા કરવા માટે સલામત વ્યક્તિ છે.
  • શિક્ષણના સેટિંગમાં સક્રિયપણે સાયબર ધાકધમકીને ઓળખો અને તેનો ઉકેલ લાવો.

Meta તેમના શિક્ષણ હબ મારફતે કુટુંબીજનો સાથે શેર કરવા માટેનાં વિવિધ સંસાધનો પૂરાં પાડે છે:

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર